મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિનના પરિવારના 10 સભ્યો કોરોના સંક્રમિત

એક સપ્તાહમાં પરિવારના 6 મોટા અને 4 બાળકો કોરોના પોઝિટિવ

મુંબઈ : ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિનની ધર્મપત્ની પ્રીતિ નારાયણે જણાવ્યું હતું કે તેના પરિવારના 10 સભ્યો કોરોના સંક્રમિત છે. દિલ્હી કેપિટલના બોલર અશ્વિને કોરોના સામે લડી રહેલા પરિવારની મદદ માટે રવિવારે આઇપીએલને વચ્ચે છોડવાનો નિર્ણય લીધો હતો.    

 પ્રતિએ ટવીટ દ્વારા પોતાના પરિવાર અંગેની આરોગ્ય સ્થિતિ જણાવી હતી.તેમણે કહ્યું કે એક સપ્તાહમાં પરિવારના 6 મોટા અને 4 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવારના લોકોને જુદીજુદી હોસ્પિટલોમાં એડમીટ કર્યા છે. આ વીક અમારા માટે ખુબ પીડાદાયક રહ્યું .

પરિવારનો એક સભ્ય કોરોને માત આપી ઘરે પરત ફર્યો છે.પ્રીતિએ જણાવ્યું હતું કે લોકોએ ઘરમાં રહેવું જોઇએ અને વેક્સિન લેવી જાેઇએ.કોરાના મહામારીમાં પોતાના પરિવારની રક્ષા કરવી જોઇએ.આ બીમારી તેમને બધાથી દૂર કરી દે છે. અને તમે એકલા થઇ જાવ છો.

(9:26 am IST)