મુખ્ય સમાચાર
News of Wednesday, 1st May 2019

ઓરી મુક્ત જાહેર થયેલા બનેલા અમેરિકામાં ફરીવાર ઓરીનો પ્રકોપ :યુરોપ પણ ઓરી અછબડાની ઝપટે

2019માં 695 કેસ નોંધાયા વર્ષ 2000 બાદ સૌથી વધુ કેસ :

નવી દિલ્હી :વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ર૦૧૮ ફક્ત છ મહિનામાં ઓરી-અછબડાના કેસ યુરોપમાં ૪૦,૦૦૦થી પણ વધારે નોંધાયા હતા જેમાં ૩૭ના મોત થયા હતા. યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સરકારો સાથે મળીને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલાઓના કારણે સારી સફળતા મળી હતી.

  અમેરિકામાં ૨૦૧૯માં અત્યાર સુધીમાં ઓરીના ૬૯૫ કેસ નોંધાઈ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દેશને ૨૦૦૦ની વર્ષમાં ઓરી મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓરીના સૌથી વધારે કેસ નોંધાયા છે. બીમારીને અટકાવવામાં માટે ન્યૂયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ન્યૂયોર્ક શહેરમાં હેસ્થ ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. ઓરીને નિયંત્રણમાં લેવા અને તેને રોકવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

  ૨૦૧૯માં ઓરીના વધારે કેસ નોંધાવા અંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ૨૦૧૮ના અંતમાં વોશિંગટન અને ન્યૂયોર્કમાં ઓરીનો પ્રકોપ જોવા મળ્યો હતો. ઓરી મુક્ત જાહેર કર્યા બાદ ટીકાકરણ વિરુદ્ધ ચળવળ કરવામાં આવી અને આ ચળવળના કારણે ઓરીના કેસ વધારે નોંધાયા હોવાનું માનવામાં આવે છે.

આ ચળવળને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મોટું જોખમ જાહેર કરી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ સતત જાણકારી આપી રહ્યા છે કે ઓરીની રસી સુરક્ષિત છે. તાજેતરમાં જ રસીકરણનો વિરોધ કરતી તમામ સામગ્રીને સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી છે.

(11:13 pm IST)