મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

કોરોના વાયરસના સંક્રમણથી તબીબ પણ બાકાત નથી : દિલ્હીમાં ત્રણ ડોક્ટરના રિપોર્ટ પોઝિટીવ

દિલ્હી સ્ટેટ કેન્સર, સફદરજંગ અને પટેલ ચેસ્ટ હોસ્પિટલમાં એક-એક કેસ સામે આવ્યા

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી ડોક્ટરો પણ બચી શક્યા નથી. દિલ્હીમાં 3 ડોક્ટર કોરોના પોઝિટીવ આવ્યા છે. દિલ્હી સ્ટેટ કેન્સર, સફદરજંગ અને પટેલ ચેસ્ટ હોસ્પિટલમાં એક-એક કેસ સામે આવ્યા છે.કોરોનાનો સૌથી વધારે ખતરો સ્વાસ્થ્ય વિભાગથી જોડાયેલા લોકોને છે, કેમ કે, આ લોકો દિવસ રાત કોરોનાની સામે જંગ લડી રહ્યાં છે અને દેશને બચાવવાનું કામ કરી રહ્યાં છે.એવા સમયમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના પર મોટી જાહેરાત કરી છે. જેમણે સ્વાસ્થ્ય કર્મચારીઓના એક કરોડ રૂપિયાના વીમા કરવાની જાહેરાત કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે સમગ્ર દેશમાં મુશ્કેલી ઉભી થઇ છે. આંધ્ર પ્રદેશમાં આજે કોરોનાના 43 નવા કેસ સામે આવ્યા છે. મોટા સમાચાર એ છે કે, આ તમામ દર્દી નિઝામુદ્દીન મરકઝ સભામાં ભાગ લઇ આંધ્ર પ્રદેશ પરત ફર્યા હતા.

 મુખ્યમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, પ્રદેશમાં આજે કલુ 43 કોરોનાના નવા કે સામે આવ્યા છે. આ તમામ લોકો નિઝામુદ્દીન મરકઝ સભામાંથી ભાગ લઇને પરત ફર્યા છે. આ પહેલા મંગળવારે મરકઝથી પરત ફરેલા 16 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઇ હતી.

(10:31 pm IST)