મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

કોરોના સામે લડત : પીએમ કેરમાં વિદેશમાંથી પણ દાન સ્વિકારશે

પીએમ મોદીએ રાજદૂતો અને ઉચ્ચાયુક્તો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ભારતના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી.આ દરમિયાન તેમણે પીએમ કેરમાં મદદ કરવા માટે તેમને આગળ આવવા કહ્યું હતું. કોરોના વાઈરસને લઈને દેશના સામાન્ય નાગરિકથી લઈ વિશેષ લોકો પીએમ કેરમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. આ વચ્ચે સરકારે તે નિર્ણય કર્યો છે કે તેઓ પીએમ કેરમાં વિદેશમાંથી પણ દાન સ્વિકારશે, સુત્રોએ વાતની જાણકારી આપી છે.

 પીએમ મોદીએ હાલમાં જ દેશના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો સાથે કોરોના વાઈરસને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. સુત્રોએ જણાવ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને આમાં મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

 રાજદૂતો અને ઉચ્ચાયુક્તો સાથે પોતાની વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમને કોરોના વાઈરસને લઈને કરવામાં આવેલા લૉકડાઉનના નિર્ણય અને અન્ય જાણકારીએ આપી હતી. સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે રાજદૂતો અને ઉચ્ચાયુક્તોને કહ્યું હતું કે તેઓ જે દેશમાં છે ત્યાં કોરોના વાઈરસ સામે લડવા માટે ક્યા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યાં છે તેની જાણકારી આપે.

(8:16 pm IST)