મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

મરકઝમા સામેલ 164 સહીત છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના વાયરસના 386 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1900ને પાર પહોંચ્યા

નવી દિલ્હી : દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે.

આ બધાઓની ચકાસણી ચાલુ છે. કેટલાકના રિપોર્ટ આવી ગયા છે.હજુ ઘણાંના રિપોર્ટ આવવાના બાકી છે.

 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ છે અને અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. મોતનાં 3 નવા કેસ નોંધાયા છે. 132 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 1900ને પાર કરી ગઈ છે. 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

(8:05 pm IST)