મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

બે હપ્તા મિસ થશે તો EMI રકમ ૧.૫ ટકા વધી જશે....

બે હપ્તા મિસ થશે તો લોન ૬થી ૧૦ મહિના વધશે

નવીદિલ્હી, તા. ૧ : કોરોના વાયરસના પરિણામ સ્વરુપે લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઇન્સ્ટોલમેન્ટને લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. બેંકો અને સરકાર તરફથી કોઇ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. કેટલાક લોકો દ્વારા આને લઇને હવે સ્પષ્ટરીતે વાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, બે ઇન્સ્ટોલમેન્ટ ચુકી જવાની સ્થિતિમાં લોનનો ગાળો બેથી છ મહિના સુધી વધી શકે છે અથવા તો ઇએમઆઇની રકમમાં ૧.૫ ટકા સુધીનો વધારો થઇ શકે છે.

             લોન લેનાર વ્યક્તિને ૩ વિકલ્પો રહેલા છે જે પૈકી વન ટાઈમ પેમેન્ટ જૂનમાં વ્યાજ સાથે કરવામાં આવે છે તો એપ્રિલ અને મે મહિનામાં રાહત રહ શકે છે. બીજા વિકલ્પ તરીકે આઉટસ્ટેન્ડિંગ લોનમાં વ્યાજ ઉમેરાઈ જશે અને બાકીના મહિનાઓમાં ઇએમઆઈ વધી જશે. ત્રીજા વિકલ્પમાં લોકોને ઇએમઆઈ યથાવત રાખવામાં આવશે પરંતુ લોનની અવધિ વધારવામાં આવશે. લોનની વય ઉપર ઇએમઆઇ વધારવાની સંખ્યા આધારિત રહેશે. ૨૦ વર્ષ માટે નવ ટકાના હોમ લોન પર ૫૦ લાખની રકમ માટે બે રિપેમેન્ટ મિસ કરવાની સ્થિતિમાં ચિત્ર નીચે મુજબ રહી શકે.

બાકી ગાળો

(બે મહિનાનું વ્યાજ)

વિકલ્પ-૨(ઇએમઆઈ વધશે)

વિકલ્પ-૩(લોનની અવધિ વધશે)

૧૯ વર્ષ

૭૩૫૩૪

ઇએમઆઈ ૬૭૪ વધશે

૧૦ મહિના

૧૫ વર્ષ

૬૬૪૪૨

 

૬ મહિના

૧૦ વર્ષ

૫૩૧૩૧

 

૩ મહિના

૫ વર્ષ

૩૨૨૯૧

 

એક મહિનો

નોંધ : બે ડિફર્ડ ઇએમઆઈનો સમાવેશ લંબાવવામાં આવેલી અવધિમાં કરાયો નથી.

(7:40 pm IST)