મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિતા)

નવરાત્રી પર્વ અનુષ્ઠાન

નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. સારો વરસાદ થયા પછી સમયસર વાવેલી ફસલ ઠીક સમય પર વિશેષ ફળદાયી રહે છે તેવી જ રીતે નવરાત્રી પર્વમાં કરેલી ઉપાસના સાધના પણ અન્ય સમયની અપેક્ષાએ અધિક ફળદાયી હોય છે.

જેવી રીતે દિવસ અને રાતનું મિલનકાળ સંધ્યાના નામથી વિખ્યાત છે અને તે સમયની અપેક્ષાએ અધિક ફળદાયી હોય છે.

જેવી રીતે દિવસ અને રાતનું મિલનકાળ સધ્યાના નામથી વિખ્યાત છે અને તે સમયે પુજા ઉપાસના, ધ્યાન સાધના અધિક ઉપયોગી રહે છે.

નવરાત્રીમાં કરેલ ર૪ હજાર ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન અન્ય સમયમાં કરેલ સવા લક્ષ મંત્રોના પુરશ્રરણ સમાન પ્રભાવશાળી હોય છે.

આવતી નવરાત્રી ચૈત્ર સુધી-૧ બુધવારથી તા.રપ માર્ચ ર૦ર૦ થી પ્રારંભ થઇ ચૈત્ર સુદી નોમ ગુરૂવાર તા.ર જી એપ્રિલ ર૦ર૦ સુધી છે માઇભકતો માટે આ પર્વ અતિ મહત્વપૂર્ણ છે દરેકે આ શુભ અવસરનો લાભ લેવો જોઇએ.

જે ભકતજન સવાર સાંજ મળીને દરરોજ અઢીથી ત્રણ કલાકનો સમય કાઢીને ર૪ હજાર ગાયત્રી મહામંત્રોનું અનુષ્ઠાન કરે.

એક કલાકમાં સામાન્ય રીતે દસ માળા મંત્ર જાપ થઇ જાય છે. આમ આરંભના આઠ દિવસમાં દરરોજ ત્રીસ માળાના હિસાબથી ર૪ હજાર મંત્રો માટેર૪૦ જપ પુરા થાય છે.

અંતિમ નવમો દિવસ પુણાૂહુતિ માટે રાખવો જોઇએ આ વિશિષ્ટ સાધના માટે જે સમય લગાવવામાં આવે તે સત્ પરિણામ આપે છે.

સાધનાના નિયમ છે. સ્નાન આદિ પુરા કરીને શુદ્ધતા પૂર્વક આસન પર બેસવુ ટેબલ કે કોઇ ઉંચી જગ્યા પર માતાજીના ચિત્ર સજાવી રાખવાના સમક્ષ કતેમની સયક્ષ ઘી નો દિવો, ધુપબતી, કળશમાં જળ પલ્લવ પણ હોય પંચ પાત્રમાં જલ સમયી ના ગઢડી અક્ષત, ચોખા પુષ્પા કંક,ુ ચંદન, જનોઇ, પાન-સોપારી અહિ પુજાની વસ્તુઓ થાળમાં કે ડીશમાં રાખવામાં આવે.

અનુષ્ઠાનમાં બેસતી વ્યકિતનું મુખ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશા તરફ હોય.

અનુષ્ઠાન દરમ્યાન એટલે કે જપ પુરા થાય ત્યાં સુધીના સમયમાં માતાજી સમક્ષ પ્રગટાવેલો દીપ વ્રજવલિત રહે તેનું ધ્યાન રાખવું.

અનુષ્ઠાન જપ પુરા થતા પુજા સ્થાન પર રાખવામાં આવેલ જળ સુર્યનારાયણ ભગવાનને અર્ધ્ય સમર્તિત કરવું જોઇએ.

નવરાત્રી પર્વમાં બ્રહ્મચર્ય પૂર્વક રહેવુ કોઇપણ રૂપે ઉપવાસ કરતા પુરો સમય ફળાહાર લેવો કે એક સમય ફળાહાર અને બીજા સમયે સાદુ ભોજન જે સાત્વિક અને સમિત હોય મીઠુ અને ગળપણ બંનેના ત્યાગ કરો તો ઉત્તમ નહી તો બે માંથી એક છોડી દેવું જોઇએ.

ગાયત્રી મંત્ર

ઓમ ભૂભુર્વઃ સ્વ તત્સવિર્તુરેણ્યમ ભર્ગો

દેવસ્ય ધીમહિ ધિયોયો નઃ પ્રચોદયાત.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:55 am IST)