મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

કૃષ્ણા ઢાબા પરનો હુમલો બિન કાશ્મીરીઓને કાશ્મીરથી દુર રાખવા કોશિષ

૩૭૦ હટયા પછી ડોમીસાઇલ સર્ટીફીકેટ માગનાર પર બીજી વાર હુમલો

જમ્મુ તા.૧ : કાશ્મીરના સૌથી પ્રસિધ્ધ કૃષ્ણા ઢાબા પર થયેલા આતંકવાદી હુમલો અને ઢાબા માલિકના પુત્રના મોતને કાશ્મીરમાં ચાલી રહેલ આતંકવાદી ઘટનાઓમાંની એક ન કહી શકાય કેમ કે આ હુમલા પાછળ ઘણા સંદેશ છે.

સૌથી મોટો સંદેશ આ હુમલા પછી તરત આતંકવાદીઓએ હુમલાની જવાબદારી લેતા જ પ્રેસનોટ જાહેર કરી છે તેમાં જ છે. મુસ્લિમ જાંબાઝ ફોર્સે આ હુમલાની જવાબદારી લેવાની સાથે જ  એવા બીન કાશ્મીરીઓને ચેતવણી આપી છે જે કાશ્મીરમાં રહીને કોમીસાઇલ સર્ટીફીકેટ મેળવવા ઇચ્છે છે.

ઓકટોબર ર૦૧૯માં પણ આતંકવાદીઓએ પાંચ પ્રવાસી મજુરોને મોતને ઘાટ ઉતાર્યા હતા પણ પાંચ ઓગષ્ટ ર૦૧૯ના રોજ કલમ ૩૭૦ હટાવ્યા પછી કૃષ્ણા ઢાબાના માલિકના પુત્ર આકાશ મહેરાનું મોત બીજી એવી હત્યા હતી જે જમ્મુના રહેવાસી હતા અને કાશ્મીરમાં રહેતા હોવાના કારણે ડોમીસાઇલ સર્ટીફીકેટ માટે અરજી કરી હતી. આ પહેલા સૈનિક કોલોનીમાં રહેનાર સોની સતપાલસિંહની ૩૧ ડિસેમ્બરે કાશ્મીરમાં હત્યા કરવામાં આવી હતી. તેણે પણ ડોમીસાઇલ સર્ટીફીકેટની માંગણી કરી હતી.

મુસ્લિમ જાંબાજ ફોર્સે પોતાના ધમકી ભરેલા પત્રમાં પ્રવાસીઓ માટે ડાયરેકટ કોઇ ચેતવણી નથી આપી પણ બીન કાશ્મીરીઓને કાશ્મીરથી દુર રહેવાનું કહેવાયુ છે. અધિકારીઓ આ પત્રને ચેતવણીના રૂપ માંગણીને કહે છે કે આગામી ઉનાળામાં કાશ્મીરમાં પરિસ્થિતિ વધારે પડકાર રૂપ બની શકે છે.

(4:38 pm IST)