News of Monday, 1st March 2021
બિહારમાં ફ્રીમાં મળશે કોરોના રસીઃ ખાનગી હોસ્પિટલમાં પણ નહીં ચૂકવવો પડે કોઈ ચાર્જ
નીતિશકુમારે પણ લીધી વેકસીન
પટના, તા.૧: કોરોના રસીકરણે લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે, સમગ્ર બિહારમાં ફ્રીમાં કોરોના રસી આપવામાં આવશે. ત્યાં સુધી કે ખાનગી હોસ્પિટલમાં આ સુવિધા ફ્રીમાં જ આપવામાં આવશે. દરમ્યાન નીતિશકુમારે પટણાના IGIMS ખાતે વેકસીન લીધી હતી.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, 'સમગ્ર બિહાર રાજયમાં કોરોના રસી ફ્રીમાં આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા રાજય સરકાર દ્વારા આપવામાં આવશે.'
(4:35 pm IST)