મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

મારૂન, કરૂણાનિધિ અને ગાંધી પરિવાર પર શાહનો હુમલો

૨જી, ૩જી, ૪જી બધા તમિલનાડુમાં છે

સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની ચિંતા છે અને સ્ટાલિન જીને ઉદયનિધિને મુખ્યમંત્રી બનાવવાની ચિંતા છે. તેને ન દેશની ચિંતા છે ન તમિલનાડુની તેમને બસ પોતાના પરિવારની ચિંતા છે

નવી દિલ્હી,તા.૧: ગૃહ મંત્રી અમિત શાહ એ રવિવારે તમિલનાડુના વિલિપુરમમાં વિજય સંકલ્પ યાત્રા રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ડીએમકે અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, આવનારી ચૂંટણીમાં એક તરફ ભાજપ અને AIADMK નું ગઠબંધન છે, જે રામચંદ્રન, જયલલિતા અને ભાજપના સિદ્ઘાંતો પર ચાલશે. બીજીતરફ ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન છે જે વંશવાદ પરંપરામાં વિશ્વાસ રાખે છે.

તેમણે કહ્યું કે, ૨જી, ૩જી, ૪જી બધા તમિલનાડુમાં છે. ૨જી મારન પરિવારની ૨ પેઢીઓ, ૩જી- કરૂણાનિધિ પરિવારની ત્રણ પેઢીઓ, ૪જી ગાંધી પરિવારની ૪ પેઢીઓ. તે પણ તમિલનાડુમાં આપણે મળે છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીને રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની ચિંતા છે અને સ્ટાલિન જીને ઉદયનિધિને મુખ્યમંત્રી બનાવવાની ચિંતા છે. તેને ન દેશની ચિંતા છે ન તમિલનાડુની. તેમને બસ પોતાના પરિવારની ચિંતા છે.

તેમણે કહ્યું કે છેલ્લા સાડા છ વર્ષમાં દેશમાં લગભગ દરેક વ્યકિતને મકાન આપવાની નજીક છીએ. ૨૦૨૨માં કોઈપણ એવો વ્યકિત હશે નહીં જેની પાસે પાકુ પોતાનું મકાન નહીં હોય. ૬૦-૭૦ વર્ષમાં જે કામ કોંગ્રેસ કરી શકી નહીં તે કામ ભાજપે ૬ વર્ષમાં કરી દેખાડ્યું છે.

જનસભાને સંબોધતા અમિત શાહે  કહ્યું કે 'મારા રાજનીતિક અનુભવના આધારે કહુ છું કે આગામી ચૂંટણીમાં પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે.' તેમણે કહ્યું કે 'આ પુડ્ડુચેરીની જમીન ખુબ પવિત્ર ભૂમિ છે. અહીં અનેકવાર મહાકવિ સુબ્રમણ્યમ ભારતીએ અનેકવાર લાંબા સમય સુધી રોકાણ કર્યું અને શ્રી અરવિંદોએ જયારે આધ્યાત્મિક યાત્રા શરૂ કરી તો પુડ્ડુચેરીને જ પસંદ કરીને પોતાની આગળની જીવન યાત્રાને આ સ્થળ પરથી આગળ વધારી.'

(10:15 am IST)