મુખ્ય સમાચાર
News of Wednesday, 1st February 2023

અદાણી જૂથ ઈઝરાઈલમાં ‘પોર્ટ ટુ એનર્જી' ક્ષેત્રે કરશે કરોડો ડોલરનું જંગી રોકાણઃ તેલઅવીવમાં વડાપ્રધાન નેતન્‍યાહુ સાથે ગૌતમ અદાણીની બેઠક

અદાણી જૂથ સાથેના આ કરારથી ભારત અને ઈઝરાઈલ વચ્‍ચેના સબંધો વધુ ગાઢ થશેઃ નેતન્‍યાહુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: હિંડનબર્ગ વિવાદ વચ્‍ચે અદાણી જૂથના વ્‍યાપારની ક્ષિતિજો વિસ્‍તરી રહી છે. ઈઝરાયલના તેલઅવીવમાં વડાપ્રધાન નેતન્‍યાહુ અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી એક મંચ ઉપર ભેગા થયા હતા. જ્‍યાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રૂ. ૧.૧૮ અબજ ડોલરના ખર્ચે ઈઝરાઈલનું હાઇફા બંદર વિકસાવવાના કરાર કર્યા હતા.

આ ઉપરાંત આર્ટીફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ એ.આઈ. લેબની સ્‍થાપના કરવાની જાહેરાત કરી હતી. જે ભારત અને અમેરિકાના સહયોગથી કામ કરશે.

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્‍યાહુએ જણાવ્‍યું હતું કે, અદાણી જૂથ સાથેના આ કરારથી ભારત અને ઈઝરાઈલ વચ્‍ચેના સબંધો વધુ ગાઢ થશે.

(11:56 am IST)