મુખ્ય સમાચાર
News of Wednesday, 1st February 2023

આજથી બદલાઈ ગયા મોટા નિયમઃ આપના ખિસ્‍સા પર પડશે અસર

નવી દિલ્‍હી, તા.૧: નવું નાણાકીય વર્ષ શરુ થવામાં હવે વધારે સમય નથી રહ્યો. ૨ મહિના બાદ આપણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રવેશ કરી જશે. ત્‍યારે લોકો નવેસરથી ફરી એક વાર ટેક્‍સ પ્‍લાનિંગ તથા અન્‍ય નાણાકીય નિર્ણયો પર વિચાર શરુ કરશે. જો કે, આ અગાઉ એટલે કે, ફેબ્રુઆરીમાં પણ અમુક ફેરફાર થઈ રહ્યા છે, જેની અસર સામાન્‍ય લોકોના ખિસ્‍સા પર પડી શકે છે. સાથે જ આ દરમિયાન RBIની MPC બેઠક પણ થશે, જ્‍યાં નીતિગત દરોમાં ફેરફારની અસર પણ આપની પર્સનલ ફાઈનાન્‍સ પણ દેખાશે.

૮ ફેબ્રુઆરીએ આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકનો નિર્ણય લેવાશે. તેમાં સંભવતઃ નીતિગત દરોમાં ૨૫-૩૫ બેસિસ પોઈન્‍ટનો વધારો જોવા મળી શકે છે. અહીં ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે એમપીસીએ નીતિગત દરોમાં ૨૨૫ બેસિસ પોઈન્‍ટનો વધારો કર્યો. ૧૦૦ બેસિસ પોઈન્‍ટનો અર્થ ૧ ટકા હોય છે. વધુ એક વધારા બાદ ફરીથી લોન મોંઘી થઈ જશે.

૨૭ જાન્‍યુઆરીથી સ્‍ટોકમાં T+1 સેટલમેન્‍ટ સાઈકલ લાગૂ થઈ હતી. એટલે કે, શેરના ખરીદ વેચાણ હવે આગામી દિવસથી આપના ડિમેટ અકાઉન્‍ટમાં દેખાવા લાગશે. તેની સાથે જોડાયેલ મ્‍યૂચુઅલ ફંડ્‍સ જે હવે T+3 રિડેંપ્‍શન સાઈકલનું અનુકરણ કરી રહ્યા હતા. તે હવે T+2 રિડેંપ્‍શન સાઈકલ પર આવી જશે.

કેનરા બેન્‍ક સર્વિસ ચાર્જઃ ૧૩ ફેબ્રુઆરીથી કેનેરા બેન્‍ક પોતાના ડેબિટ કાર્ડના ઉપયોગ પર સર્વિસ ફી વધારે દેશે. ક્‍લાસિક ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ફી ૧૨૫ રૂપિયાથી વધારીને ૨૦૦ રૂપિયા થઈ જશે. પ્‍લેટિનમ ડેબિટ કાર્ડ માટે ૫૦૦ રૂપિયા અને બિઝનેસ ડેબિટ કાર્ડ માટે ૩૦૦ રૂપિયા થઈ જશે. કાર્ડ રિપ્‍લેસમેન્‍ટ ફી ૫૦ રૂપિયાથી વધારીને ૧૫૦ રૂપિયા કરી દેવામાં આવી છે.

HDFC રિવોર્ડ રિડેંપ્‍શનઃ એચડીએફસી બેન્‍કે પોતાના મિલેનિયા ડેબિટ કાર્ડ માટે રિવોર્ડ રિડેંપ્‍શનની શરતો બદલી નાખી છે. આ ફેરફાર ૧ ફેબ્રુઆરીથી લૂગ થઈ જશે. ગ્રાહક હવે પ્રોડ્‍ક્‍ટની કિંમતના ૭૦ ટકા રિડિમ કરી શકે છે અને બાકી અમાઉન્‍ટ ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાનું રહેશે. કેશબૈક માટે દર મહિને ફક્‍ત ૩૦૦૦ રિવોર્ડ પોઈન્‍ટ્‍સને જ રીડિમ કરી શકશે.

ટેક્‍સ પ્‍લાનિંગઃ ચોક્કસપણે આ નાણાકીય વર્ષ શરુ થવામાં હજૂ ૨ મહિનાનો સમય છે, પણ આપનો ટેક્‍સ પ્‍લાનિંગ અત્‍યારથી શરુ કરી દેવો જોઈએ. ટેક્‍સમાં બચત માટે આપ ફેબ્રુઆરીથી અલગ અલગ યોજનામાં રોકાણ કરવાનું શરુ કરી શકો છો. મતલબ PPF, NPS, SSY, ELSS અથવા લાઈફ ઈંશ્‍યોરન્‍સ પ્રીમિયમ વગેરે.

(11:02 am IST)