મુખ્ય સમાચાર
News of Friday, 1st January 2021

સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકેશ અંબાણીને 40 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ અને અંબાણી પર 15 કરોડનો દંડ

મુંબઈ : શેરબજારના નિયમનકાર સેબીએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના અધ્યક્ષ મુકેશ અંબાણીને 40 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ રૂપિયા અને અંબાણી પર 15 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

  આ કેસ રિલાયન્સ પેટ્રોલિયમના શેરોની ટ્રેડિંગ સાથે જોડાયેલો છે. આ કેસમાં નવી મુંબઈ એસઈજેડ પ્રાઈવેટ લિમિટેડ પર 20 કરોડ અને મુંબઈ એસઈજેડ લિમિટેડ પર 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

રિલાયન્સ પેટ્રોલિયમ પહેલા અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ચ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના 4.1 ટકા શેર વેચવાની જાહેરાત કરી હતી. કંપનીના શેરના ભાવ ઘટવા લાગ્યા તો તેમના ખરીદ-વેચાણ કરવામાં આવ્યો. સેબીની તપાસમાં સામે આવ્યું કે, શેરોના ભાવોને પ્રભાવિત કરવા માટે આ ખરીદ-વેચાણ ખોટી રીતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ પેટ્રોલિયમનું 2009માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વિલય કરી દેવામાં આવ્યો  છે

સેબીએ 95 પેજના ઓર્ડરમાં કહ્યું છે કે, શેરોની કિંમતમાં કોઈપણ રીતનું મેનિપુલેશનથી માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે, કેમ કે આવી રીતના મેનિપુલેશનથી રોકાણકારોને નુકશાન થાય છે. સેબી અનુસાર, આ કેસમાં સામાન્ય રોકાણકારોને તેની ખબર નહતી કે, શેરોની ખરીદ-વેચાણ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતી. આ ખરીદી-વેચાણ ખોટી રીતે કરવામાં આવી, જેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેરો પર થઈ હતી. આનાથી સામાન્ય રોકાણકારો નુકશાનમાં રહ્યાં હતા

(10:45 pm IST)