મુખ્ય સમાચાર
News of Friday, 1st January 2021

આજથી બેન્કિંગ, ટેકસ, જીએસટી અને વીમાના નિયમોમાં ફેરફાર

આજથી બાઇક અને કાર મોંઘી થઇ છે

નવી દિલ્હી તા. ૧ : વર્ષ ૨૦૨૦ એવી મુશ્કેલીઓમાં વિત્યું કે કદાચ જ લોકો તેને યાદ રાખવા ઈચ્છશે. નવું વર્ષ ૨૦૨૧ નવી આશા સાથે સામે ઉભું છે પરંતુ નવા વર્ષે ટેકસ બેંકિંગ સહિત ઘણાં એવા ફેરફાર થવાના છે જે તમારા જીવન સાથે સીધા જ જોડાયેલા છે.  આજથી બાઈક અને કાર મોંઘી થઈ છે. મારુતિ, મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, હોન્ડા, હ્યુન્ડાઇ, કિયા મોટર્સ સહિત લગભગ ઓટો કંપનીઓએ તેમના વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.

સરકારની તૈયાર કરી રહી છે કે આજથી ૧૦૦% ટોલ ફકત ફાસ્ટેગની મદદથી જ કલેકટ કરી શકાય છે. આજથી ચેક પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થયો છે. RBIએ ૦૧ જાન્યુઆરી ૨૦૨૧દ્મક પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમ હેઠળ રૂ. ૫૦ હજારથી વધુની ચુકવણી પર જરૂરી વિગતોને ફરીથી કન્ફર્મ કરવાની જરૂર રહેશે. નવા વર્ષથી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કોલ કરવાની રીત બદલાઈ છે લેન્ડલાઇન ફોન પરથી મોબાઇલ ફોન પર કોલ કરો છો, તો નંબર પહેલાં શૂન્ય લગાવવું ફરજિયાત રહેશે. કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાંઝેકશનની મર્યાદા પણ આજથી વધી છે. કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાન્ઝેકશનની મર્યાદા વધારીને  ૫ હજાર રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ મર્યાદા ૨ હજાર  રૂપિયા હતી. વાર્ષિક ૫ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર કરનારા નાના વેપારીઓને હવે માત્ર ૪ GST સેલ્સ રિટર્ન  ભરવું પડશે. 

બાઈક અને કાર થશે મોંઘી

૦૧ જાન્યુઆરીથી કાર અને બાઇકના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મારુતિ, મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, હોન્ડા, હ્યુન્ડાઇ, કિયા મોટર્સ સહિત લગભગ ઓટો કંપનીઓએ તેમના વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભાવ વધારાનું કારણ કંપનીઓએ કાચા માલની વધેલી કિંમતને જણાવ્યું છે.

FASTag ફરજિયાત

નવા વર્ષથી તમામ વાહનો માટે FASTag ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે. સરકારની તૈયાર કરી રહી છે કે ૦૧ જાન્યુઆરીથી ૧૦૦% ટોલ ફકત FASTagની મદદથી જ કલેકટ કરી શકાય છે. હમણાં સુધી કેટલાક વાહનો છૂટ આપવામાં આવી રહી હતી. ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી FASTag તમામ વાહનો માટે જરૂરી બનાવવામાં આવી છે. જો કે સરકારે કહ્યું છે કે, ૧૫ ફેબ્રુઆરી સુધી તમામ ટોલ પ્લાઝા પર એક હાઈબ્રિડ લેન શરૂ રહેશે જેથી આ સિસ્ટમ સરળતાથી લાગૂ કરી શકાય.

ચેક પેમેન્ટ સિસ્ટમ

૦૧થી જાન્યુઆરીથી ચેક પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવાનો છે. RBIએ ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમ હેઠળ રૂ. ૫૦,૦૦૦થી વધુની ચુકવણી પર જરૂરી વિગતોને ફરીથી કન્ફર્મ કરવાની જરૂર રહેશે. ચેક દ્વારા ચુકવણીનો આ નવો નિયમ ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી અમલમાં આવશે.

લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર કોલ

નવા વર્ષથી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કોલ કરવાની રીત બદલાઈ જશે. ૦૧ જાન્યુઆરીથી જો તમે લેન્ડલાઇન ફોન પરથી મોબાઇલ ફોન પર કોલ કરો છો, તો નંબર પહેલાં શૂન્ય લગાવવું ફરજિયાત રહેશે.

કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાંઝેકશન લિમિટ

કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાંઝેકશનની મર્યાદા પણ ૦૧લી જાન્યુઆરીથી વધી રહી છે. કોન્ટેકટલેસ કાર્ડ ચુકવણીની મદદથી મોટી રકમમાં સરળતાથી ટ્રાન્ઝેકશન કરી શકાશે તેથી RBIએ ગત MPC બેઠકમાં કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાન્ઝેકશનની મર્યાદા વધારીને રૂ. ૫૦૦૦ પ્રતિ ટ્રાન્ઝેકશન કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ મર્યાદા ૨૦૦૦ રૂપિયા હતી.

GSTના ૧% કેશ આપવું ફરજિયાત

આ નિયમ હેઠળ દરેક મહિનાના ૫૦ લાખથી વધારે ટર્નઓવરવાળા કારોબારીઓને GST liabilityના ઓછામાં ઓછા ૧% કેશમાં જમા કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં મંત્રાલયનું કહેવું છે કે તેનાથી માત્ર અડધા ટકા ટેકસપેયર કારોબારીઓ પ્રભાવિત થશે. આ નિયમ પણ ૧લી જાન્યુઆરીથી લાગૂ થવાનો છે.

નાના વેપારીઓ માટે GST રિટર્ન

વાર્ષિક ૫ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર કરનારા નાના વેપારીઓને હવે માત્ર ૪ GST સેલ્સ રિટર્ન (GSTR-3B) ભરવું પડશે. ૦૧લી જાન્યુઆરીથી આ નિયમ લાગૂ થશે. પહેલા તેમને ૧૨ પ્રકારના સેલ્સ રિટર્ન ભરવા પડતા હતા. તેનાથી લગભગ ૯૪ લાખ કારોબારીઓને ફાયદો થશે.

સરળ જીવન વિમા પોલીસ

૦૧લી જાન્યુઆરીથી તમે ઓછા પ્રિમિયમમાં સરળ જીવન વિમા(સ્ટાન્ડર્ડ ટર્મ પ્લાન) પોલીસી ખરીદી શકશો. વિમા નિયામક સંસ્થા IRDAIએ તમામ વિમા કંપનીઓને ૧લી જાન્યુઆરીથી સરળ જીવન વિમા લોન્ચ કરવા કહ્યું છે. આ એક સ્ટાન્ડર્ડ ટર્મ ઈંશ્યોરન્સ હશે. નવા વિમા પ્લાનમાં ઓછા પ્રિમિયમમાં ટર્મ પ્લાન ખરીદવાનો વિકલ્પ મળશે. સાથે જ દરેક વિમા કંપનીઓની પોલીસીમાં શરતો અને કવરની રકમ સમાન હશે.

(11:13 am IST)