મુખ્ય સમાચાર
News of Wednesday, 1st January 2020

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તી કન્યાને લગ્નના બીજા જ દિવસે પતિએ પતાવી દીધી

સવેરા મકબુલની બેડરૂમમાંથી લાશ મળી : પતિ આસિફ જાન અને તેના પરિવારે ભારે ત્રાસ અને યાતના અપાઈ હોવાનો આરોપ

લગ્નના એક દિવસ પછી જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ખ્રિસ્તી કન્યાને તેના પતિ દ્વારા રહસ્યમય સંજોગોમાં ત્રાસ આપીને હત્યા કરવાની ઘટના સામે આવી છે. સવેરા મકબુલ (30) ના લગ્ન ગયા શનિવારે લાહોરની શમા કોલોનીમાં રહેતા આસિફ જાન સાથે થયા હતા.જ્યારે લગ્નનાં બીજા દિવસે તે તેના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.

 સવેરાના ભાઈ સુલેમાન ક્રિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, સવેરાને તેના પતિ આસિફ જાન અને તેના પરિવાર દ્વારા ભારે ત્રાસની સાથે સાથે યાતના પણ આપવામાં આવી હતી

  મસીહે પોલીસને કહ્યું, 'જ્યારે અમે બીજા દિવસે સવારે પરંપરાગત નાસ્તો આપવા જાનના ઘરે પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે સવારની તબિયત ખરાબ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.' હોસ્પિટલમાં પહોંચતા જ ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. અને પોલીસ કેસ નોંધાવતા જણાવ્યું હતું કે સવેરાના શરીર પર ઉંડા ઘા હતા.

(11:16 pm IST)