Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ITR ફાઈલ કરવા અંતિમ દિવસ :બપોરે 3 વાગ્યા સુધી ભરાયા 5.62 કરોડ રિટર્ન

અંતિમદિવસે 20 લાખથી વધુ આયકર રિટર્ન ફાઈલ કરાયા : બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં જ 3.44 લાખ ITR ફાઈલ થયા : સાંજે નાણામંત્રાલયે સ્પષ્ટ કર્યું કે હવે નહિ વધે અંતિમ તારીખ

 

નવી દિલ્હી :  નાણામંત્રાલયે સાંજે સ્પષ્ટ કરી દીધી છે કે ઈન્ક્મ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તરીકે 31 ડિસેમ્બર 2021 જ છે. અને તે હવે આગળ લંબાવવાનું હાલ કોઈ આયોજન નથી

જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારામને એક પ્રેસ કોન્ફરન્સ કરી.હતી જેમાં એક પ્રશ્નના જવાબમાં રાજસ્વ સચિવ તરુણ બજાજે કહ્યું કે ઈન્ક્મ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનું કામ આરામથી અને સતત ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં આયકર રિટર્ન (ITR) દાખલ કરવામાં આવી રહ્યા છે. એવામાં ખબર નહીં કેમ લોકો આયકર રિટર્ન ભરવાની અંતિમ તારીખ આગળ વધારવાનો દાવો કરી રહ્યા છે. તેની લાસ્ટ ડેટ આજે જ છે અને હાલ તો તેને લંબાવવાનો કોઈ જ પ્રસ્તાવ નથી.

બજાજે જણાવ્યું કે 31 ડિસેમ્બરની બપોરે 3 વાગ્યા સુધી કુલ 5.62 કરોડ ITR દાખલ થઇ ચુક્યા છે. જેમાં માત્ર શુક્રવારના રોજ 20 લાખથી વધુ આયકર રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તો બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં જ 3.44 લાખ ITRફાઈલ કરવામાં આવ્યા છે

 

રેવન્યુ સચિવ તારું બજાજે એમ પણ જણાવ્યું કે જો ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે 60 લાખ વધુ આઇટી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. 30 ડિસેમ્બર 2020ના આખર સુધીમાં 4.83 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જયારે આ વર્ષે 30 ડિસેમ્બર સુધી 5.43 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીને લીધે ગત વર્ષે 31 ડિસેમ્બર 2021 સુધી જ આયકર રિટર્ન ફાઈલ થયા હતા.

નાણાકીય વર્ષ 2020-21 માટે આયકર રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. જે આજે શુક્રવારે રાત્રે 12 વાગે પૂર્ણ થઇ રહી છે. એટલે કે કરદાતાઓ આજે રાત્રે 12 વાગ્યા સુધી આઇટી રિટર્ન ફાઈલ કરી શકશે. ત્યારબાદ આઇટી રિટર્ન ફાઈલ કરવા પર 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો તમે પણ 5 હજાર રૂપિયાના દંડથી બચવા માંગો છો તો તમારી પાસે હજુ પણ કલાકોનો સમય છે. જોકે, જેમની કમાણી 5 લાખથી ઓછી છે તેમણે દંડ પેટે 1000 રૂપિયા ચૂકવવા પડશે.

તો, કોન્ફ્રન્સમાં જીએસટી કાઉન્સિલના નિર્ણયથી પણ માહિતગાર કરવામાં આવ્યા. કાઉન્સિલે ટેક્સટાઇલ પર જીએસટીના દર વધારવા અંગે લેવામાં આવનાર નિર્ણય હાલ તો મોકૂફ રાખવામાં આવ્યો છે. હાલ તેના પર પહેલાની જેમ 5%ના દરે જીએસટી લાગશે.

(12:06 am IST)