Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

છત્તીસગઢમાં કોબ્રા ૨૦૮ બટાલિયનના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર: અનેક નક્સલવાદીઓ માર્યા ગયા: કિસ્તારામની પલાચમા પહાડીઓમાં મોટી અથડામણ

છત્તીસગઢમાં સુકમના જંગલોમાં કોબ્રા બટાલિયનના જવાનો અને નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સંખ્યાબંધ નક્સલીઓ માર્યા ગયાના પ્રાથમિક અહેવાલો મળૅ છે. આ 

એન્કાઉન્ટરમાં અનેક નક્સલવાદીઓ માર્યા ગયા અને ઘાયલ થયાનો દાવો કરાયો છે. કોબ્રા બટાલિયનનો એક જવાન એન્કાઉન્ટરમાં ઘાયલ થતા આ ઘાયલ જવાનને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે.

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થતા અનેક નક્સલવાદીઓના મોતના સમાચાર મળી રહ્યા છે.

(7:57 pm IST)