Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પુષ્પરાજ જૈન ઉપર દરોડા ચાલુ: અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા, કહ્યું કે અમને ખબર જ હતી કે અમારા લોકો ઉપર દરોડા પાડવાના છે

પરફ્યુમના વેપારી અને સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પીના ઘર પર આવકવેરાના દરોડા સતત ચાલુ છે. આ દરમિયાન અખિલેશ યાદવે કન્નૌજ પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા.  અખિલેશે કહ્યું કે અમને ઘણા સમય પહેલા ખબર હતી કે અમારા લોકો પર દરોડા પાડવામાં આવશે.  અખિલેશ યાદવે પમ્પી જૈન પરના દરોડાને 'કનૌજની અસ્મિતા' સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન અખિલેશના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જેઓ આ દરોડા અંગે ટિપ્પણી કરી રહ્યા છે તેમને હું પૂછવા માંગુ છું કે જો જીએસટીની ટીમ ગઈ હતી તો શું ખાલી હાથ આવી ? જો તે ખોટા વ્યક્તિના ઘરે ગઇ હોત તો તેના ઘરમાં આટલા પૈસા આવ્યા હોત ? તમે કોને બચાવો છો ? શું સપા પ્રમુખ અખિલેશ યાદવ આનાથી હચમચી ગયા છે ? તેઓ ભયભીત છે ?  

કાયદાનું અમલીકરણ કરતી એજન્સી ક્યાંક દરોડા પાડે તો તે માહિતીના આધારે પડે છે.  કાનપુરમાં જીએસટીની બાતમી હેઠળ અત્તરના વેપારી પર દરોડા પાડવામાં આવ્યા હતા.  જેના કારણે છેલ્લા ૨ દિવસમાં એટલી બધી ખોટી વિગતો ફેલાઈ હતી, જેથી તેનો ખુલાસો કરવા માટે એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી હતી તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું

(8:01 pm IST)