Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમેરિકી પ્રમુખ જો બિડેનની હત્યા કરવા રાયફલ સાથે જઇ રહેલા ૨૫ વર્ષના સશસ્ત્ર યુવાનને વ્હાઇટ હાઉસ જવાના માર્ગે ઝડપી લેવામાં આવ્યો: તેની પાસેથી અન્ય લોકોના નામો સાથેનું હીટ લિસ્ટ પણ મળ્યું

બિડેન અને ફૌસી ઉપરાંત, આ હિટ લિસ્ટમાં  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને ઓબામા અને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગના નામ પણ હતા.
એક સશસ્ત્ર ૨૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જે રાઇફલ અને 'હિટ લિસ્ટ' સાથે વ્હાઇટ હાઉસ તરફ જઈ રહ્યો હતો. તેની પાસે રાષ્ટ્રપતિ જો બિડેન અને દેશના તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌસીના નામ હતા.
અહેવાલો અનુસાર, આયોવા રાજ્યમાં ૨૧ ડિસેમ્બરે બેફામ રીતે ડ્રાઇવિંગ કરવા બદલ કુઆચુઆ બ્રિલિયન ઝિઓંગની AR-15 પ્રકારની રાઇફલ, દારૂગોળો અને બખ્તર સાથે ધરપકડ કરવામાં આવી હતી

પોતાની પાસેની જીપીએસ ડિવાઇસ ઉપર વ્હાઇટ હાઉસનું સરનામું ધરાવતા ઝિઓંગે જણાવ્યું હતું કે તેઓ "દુષ્ટ રાક્ષસો સામે લડવા"ના માર્ગે જી રહ્યા છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ફેડરલ કોર્ટના રેકોર્ડ્સ અનુસાર આ વિગતો જાહેર થઈ છે.

તેણે તપાસકર્તાઓને કહ્યું કે તેને બિલ્ડિંગમાં એક "નબળું સ્થળ" મળ્યું છે જેના દ્વારા તે અંદર જઇ શકશે

 

(7:45 pm IST)