Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજસ્થાનના વૃદ્ધના રિપોર્ટ નેગેટિવ છતાં ઓમિક્રોનથી મોત

ભારતમાં ઓમિક્રોનથી મોતનો સિલસિલો શરૂ : સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે પૂણેની લેબમાં મોકલાતા ઓમિક્રોનનુ સંક્રમણ હોવાનુ બહાર આવ્યું હતું

જયપુર, તા.૩૧ : ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરુ થયો છે. રાજસ્થાનના ઉદેપુરમાં ૭૫ વર્ષના વૃધ્ધનુ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ મોત થયુ છે.હેરાન કરનારી વાત એ છે કે, તેમના કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા.

જાણકારી પ્રમાણે તેમની ઉદેપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.એક દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.આ પહેલા ૧૫ ડિસેમ્બરે તેમની તબિયત બગડયા બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી તેઓ ત્યાં દાખલ હતા.

તેમના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને ઓમિક્રોનનુ સંક્રમણ હોવાનુ બહાર આવ્યુ હતુ.જોકે એ પછી તેઓ કોરોના નેગેટિવ થઈ ગયા હતા.આમ છતા તેમના મોત બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં પડી ગયા છે.

(7:21 pm IST)