Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કેન્‍દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્‍ય નિતેશ રાણેને લઇને વિવાદઃ ગુમ થયાના પોસ્‍ટર મુંબઇમાં લાગતા રાજકીય ચર્ચાઃ શિવસેના સાથે ચડસાચડસી વધવાની શક્‍યતા

ગુમ થયેલા ધારાસભ્‍યને શોધી લાવનારને મુરઘી ઇનામમાં આપવાની જાહેરાત

મુંબઇઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના દિકરા અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને શિવસેનાની વચ્ચે વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે હવે મુંબઈમાં ચર્ચગેટ અને ગિરગાંવ સહિત અમુક વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને લઈને વાંધાજનક પોસ્ટર દેખાયું છે. માનવામાં આવી રહ્યું છે આ પોસ્ટર બાદ નિતેશ રાણે અને શિવસેના વચ્ચે ચડસાચડસી વધવાની શક્યતા છે.

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને લઈને લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે, નિતેશ રાણે ગુમ છે. ઉંચાઈ દોડ ફૂટ, રંગ ગોરો, ઓળખાણ, આંખો નેપાળીઓ જેવી, મતિમંદ, જાણકારી આપનારને એક મુરઘી ઈનામમાં આપવામાં આવશે.

કહેવાય છે કે, આ પોસ્ટરમાં મરઘીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કે, મહારાષ્ટ્રમાં નારાયણ રાણે વિરોધી તેમને મરઘી ચોરીનું ઉપનામ આપી પજવતા હતા. હાલમાં આ પોસ્ટર પોલીસ અને પ્રશાસને હટાવી દીધું છે.

આ અગાઉ કાલે સિંધુદુર્ગ સેશન કોર્ટે શિવસેના કાર્યકર્તા પર હુમલો કરવાના કેસમાં નિતેશ રાણેની એન્ટીસિપેર્ટી બેલ એપ્લીકેશન રિજેક્ટ કરી દીધી છે. જેને તેઓ ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પડકારવાના છે.

(5:19 pm IST)