Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

૨૦૨૨માં વાગશે શરણાઇ અને ઢોલઃ નવા વર્ષમાં કયારે લગ્નના શુભ મુહૂર્ત

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી, તા.૩૧: ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તિથિ કઢાવવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ સમય હોવો ખૂબ જ જરૂરી છે. તે સમયે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને બીજી દ્યણી તૈયારીઓ કરવામાં આવે છે. લગ્ન વગેરે કાર્યોમાં પણ દિવસ અને સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગ્નની તારીખ, તેનું શુભ મુહુર્ત, બધું જ મહત્વનું છે.

સનાતન ધર્મમાં લગ્નને જન્મ-જન્માંતરનો સંબંધ માનવામાં આવે છે, તેથી લગ્ન પહેલા જયોતિષીઓ સાથે કુંડળી પણ મેળવાય છે. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષે લોકો લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે નવા વર્ષમાં લગ્ન માટે કયા કયા શુભ મુહૂર્ત છે, તેની મદદથી તમે નવા વર્ષમાં લગ્નની તારીખ પણ નક્કી કરી શકો છો.

જાન્યુઆરી ૨૦૨૨: વર્ષ ૨૦૨૨માં લગ્નના ૫ શુભ મુહૂર્ત છે. જો તમે જાન્યુઆરીમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો ૧૫, ૨૦, ૨૩, ૨૭ અને ૨૮ તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત છે.

ફેબ્રુઆરી ૨૦૨૨: ફેબ્રુઆરીમાં પણ ૪ દિવસના શુભ મુહૂર્ત છે. લગ્ન માટે ૫, ૧૧, ૧૮ અને ૧૯ તારીખે શુભ મુહૂર્ત છે.

માર્ચ ૨૦૨૨: આમ તો, માર્ચમાં લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. પરંતુ તમારા જયોતિષની સલાહ લીધા પછી, તમે કોઈપણ શુભ સમય કાઢી શકો છો.

એપ્રિલ ૨૦૨૨: લગ્ન માટે ૧૭મી, ૧૯મી, ૨૧મી, ૨૨મી, ૨૩મી અને ૨૮મી તારીખે શુભ મુહૂર્ત છે.

મે ૨૦૨૨: ૦૨, ૦૩, ૦૯, ૧૦, ૧૧, ૧૨,૧૩, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૬ અને ૩૧ મેમાં ૧૪ દિવસ લગ્ન માટે શુભ છે.

જૂન ૨૦૨૨: જૂન મહિનામાં, જોકે ઘણા લોકો ઉનાળામાં લગ્ન ટાળે છે. પરંતુ આ મહિનામાં ૦૬, ૦૭, ૦૮, ૦૯, ૧૦, ૧૧, ૧૩, ૧૭, ૨૧ અને ૨૨ લગ્ન માટે શુભ છે.

જુલાઈ ૨૦૨૨: લગ્ન માટેનું શુભ મુહુર્ત ૦૩, ૦૫ અને ૦૮ તારીખે છે.

ઓગસ્ટ ૨૦૨૨: ઓગસ્ટમાં પણ કોઈ શુભ મુહુર્ત નથી.

સપ્ટેમ્બર ૨૦૨૨: લગ્ન માટે કોઈ શુભ મુહુર્ત નથી.

ઓકટોબર ૨૦૨૨: લગ્ન માટે કોઈ શુભ મુહુર્ત નથી.

નવેમ્બર ૨૦૨૨: લગ્ન માટે મુહૂર્ત નવેમ્બરના અંતમાં છે – ૨૫, ૨૬, ૨૮ અને ૨૯ તારીખ લગ્ન માટે શુભ છે.

ડિસેમ્બર ૨૦૨૨: ડિસેમ્બરમાં પણ મુહૂર્તના વધુ દિવસો નથી. લગ્ન માટે મુહૂર્ત ૦૨, ૦૪, ૦૭, ૦૮, ૦૯ અને ૧૪, ૧૫ ડિસેમ્બર છે.

(4:02 pm IST)