Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજ્યના મંત્રીઓ અને અન્ય પદાધિકારીઓની ઉંપસ્થિત

રાજકોટઃ આજે સવારે ૯:૦૦ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલનું રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના નેતૃત્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ  પ્રસંગે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉંપસ્થિત રહેશે. તેમજ રાજયના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવી,  વાહનવ્યવહાર અને પ્રવાસન રાજય મંત્રી અરવીંદભાઈ રૈયાણી, શ્રમ અને રોજગાર રાજય મંત્રી બ્રીજેશકુમાર મેરજા, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ સરકારશ્રીના બોર્ડ–નિગમના પદાધિકારીઓ વિગેરે ઉંપસ્થિત રહ્યા હતા.
આ તકે રાજકોટ એરપોર્ટ ખાતે સ્વાગતની વ્યવસ્થા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૧,ર,૩, ૮,૯,૧૦ના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ સર્વેશ્રી હિતેશ મારૂ, કાનાભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, દિલીપભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, મનુભાઈ વઘાશીયા, દિનેશ કારીયા, હેમભાઈ પરમાર, રાજુ દરીયાનાણી, હિતેશ રાવલ, નિતીન ભુત, તેજશ જોષી, જયસુખ મારવીયા, કાથડભાઈ ડાંગર, ડો.જૈમનભાઈ ઉંપાઘ્યાય, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટૃ, પ્રવીણભાઈ મારૂ, રજનીભાઈ ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


 

(11:13 am IST)