Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અરૂણાચલને ચીન સાઉથ તિબેટ ગણે છે

અરૂણાચલના ૧૫ વધુ શહેરોને ચીને તેના નામ આપ્યા

ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના દાવાને મક્કમતાપૂર્વક નકારી કાઢ્યો

બૈજિંગ,તા.૩૧: ચીને ભારતના ઉત્ત્।રપૂર્વીય રાજય અરૂણાચલ પ્રદેશના ૧૫થી પણ વધુ સ્થળોને ચાઇનીઝ, તિબેટિયન અને રોમન શબ્દોનો ઉપયોગ કરીને તેના નામ આપ્યા છે. અરૂણાચલ પ્રદેશ સાઉથ તિબેટ હોવાનો દાવો કરે છે.

આ ચીન અરૂણાચલ પ્રદેશને તેનો ઝાંગન પ્રાંત માને છે. તેણે તેના ઝાંગન પ્રાંતના ૧૫ શહેરોને તેના નામ આપ્યા છે. ચીનના કેબિનેટની સ્ટેટ કાઉન્સિલે ભૌગોલિક નામ અંગેના નિયમો જારી કર્યા છે. આ પંદર સ્થળોને નામ આપવામાં આવ્યા છે તેમાથી આઠ રહેણાક વિસ્તારો છે, ચાર પર્વતો છે અને બે નદીઓ તથા એક માઉન્ટેન પાસ છે, એમ અહેવાલે જણાવ્યું હતું.

ચીને અરૂણાચલ પ્રદેશમાં તેના નામોની આ બીજી યાદી જારી કરી છે. આ પહેલા તેણે ૨૦૧૭માં પહેલી યાદી જારી કરી હતી. તેમા છ સ્થળોને ચાઇનીઝ નામ આપ્યા હતા. ચીનના અરૂણાચલ પ્રદેશને સાઉથ તિબેટ તરીકેના દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે મક્કમતાપૂર્વક નકારી કાઢ્યો છે.

ભારતના ટોચના નેતાઓ દ્વારા જયારે પણ અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેવામાં આવે છે ત્યારે બૈજિંગ તેનો દૈનિક ધોરણે વિરોધ કરે છે. ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિ.મી.ની વાસ્તવિક અંકુશરેખા છે.

આ અહેવાલને ટાંકીને ચાઇના ટેકનોલોજી રિસર્ચના નિષ્ણાત લિયાન ઝિયાંગમિને દાવો કર્યો હતો કે આ જાહેરાત નેશનલ સરવેનો ભાગ છે. આ સ્થળો અમારા માટે કેટલાય વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. આ અધિકૃત પગલું છે અને ચીનનું સાર્વભૌમત્વ તેને તેમ કરવાની છૂટ આપે છે. આ વિસ્તારમાં ભવિષ્યમાં પણ આ પ્રકારના નામો આપવામાં આવતા રહેવાશે.

(10:12 am IST)