Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જપ્ત કરેલો ખજાનો પાછો લેવા કોર્ટ પહોંચ્યો પિયુષ જૈન

ટેક્સ પેનલ્ટીના ૫૨ કરોડ કાપીને બીજું બધું પાછું આપવાની કરી માંગ : જપ્ત કરેલું સોનાનું દુબઇ અને સ્વિટ્ઝર્લેન્ડ કનેક્શનની તપાસ ચાલુઃ રકમને ૪૨ બોક્સમાં રાખીને બેંકમાં જમા કરાયું

નવી દિલ્હી તા. ૩૦: સેંકડો કરોડના કાળા નાણાના કેસમાં ધરપકડ કરાયેલા પીયૂષ જૈને કોર્ટમાં માંગણી કરી છે કે મારા પર ટેક્સ ચોરી અને દંડ સહિત ૫૨ કરોડનો ટેક્સ વસૂલવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ રૂ. ૫૨ કરોડ કાપવા જોઈએ અને બાકીની રકમ મને પરત કરવી જોઈએ. પીયૂષ જૈન વતી આ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાલમાં પીયૂષ જૈન ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં કાનપુર જેલમાં બંધ છે.
ઝ઼ઞ્ઞ્ત્ના વકીલ અંબરીશ ટંડને  જણાવ્યું કે તેમના ઘરેથી રિકવર કરાયેલી રકમ કરચોરીની રકમ છે. વસૂલ કરાયેલી રકમ ૪૨ બોક્સમાં રાખીને બેંકમાં જમા કરવામાં આવી છે. ટંડને જણાવ્યું કે કાનપુરમાં ૧૭૭ કરોડ ૪૫ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જે ભારતીય સ્ટેટ બેંકમાં બે વખત જમા કરવામાં આવી છે. પ્રથમ વખત ૨૫ બોક્સમાં ૧૦૯ કરોડ ૩૪ લાખ ૭૪ હજાર ૨૪૦ રૂપિયા બેંકમાં મોકલવામાં આવ્યા છે જયારે બીજી વખત ૧૭ બોક્સમાં ૬૮ કરોડ ૧૦ લાખ ૨૭ હજાર રૂપિયા બેંકમાં મોકલવામાં આવ્યા છે.
ટંડને કહ્યું કે DGGI દ્વારા FDIને ભારત સરકારના નામે બેંકમાં જમા રકમ જમા કરાવવા માટે પત્ર આપવામાં આવ્યો છે. તેમને પૂછવામાં આવ્યું કે શું DGGI એ પીયૂષ જૈનને ફયદો પહોંચાડવા માટે વસૂલ કરેલી રકમને તેમના બિઝનેસના ટર્નઓવર તરીકે ગણી છે? તેણે કહ્યું કે એવું નથી.
એવું કહેવામાં આવ્યું હતું કે પીયૂષ જૈને કાનપુરમાં ત્રણ કંપનીઓ બનાવી હતી. તેણે પોતાના નિવેદનમાં કબૂલ્યું છે કે મેં ચાર વર્ષમાં આ કંપનીઓ દ્વારા પાન મસાલાનું કમ્પાઉંન્ડ ગુ રીતે વેચ્યું હતું. તેણે કોની પાસેથી માલ ખરીદ્યો, કોને વેચ્યો તે તેણે જાહેર કર્યું નથી, જે સાબિત કરે છે કે તેણે કરચોરી દ્વારા રકમ જમા કરાવી હતી. અમે પેનલ્ટી સહિત ૩૨ કરોડનો ટેક્સ વસૂલ્યો છે, ૫૨ કરોડની જવાબદારી ઊંભી થઈ છે. ટંડને કહ્યું કે હજુ તપાસ ચાલુ છે. કન્નોજમાં કેટલું સોનું અને નાણા મળ્યા, તેની વિગતો હજુ આવી નથી. અત્યાર સુધીમાં પિયુષના સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જયાં કરચોરી મળી આવી છે.
બીજી તરફ્ પીયૂષ જૈન પર ડીજીજીઆઈ ઈન્કમટેક્સ બાદ હવે ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યુ ઈન્ટેલિજન્સે પણ કાર્યવાહી શરૂ કરી છે. ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યુ ઈન્ટેલિજન્સે પિયુષ જૈનના ઘરેથી ૨૩ કિલો સોનું રિકવર કરવા પર કસ્ટમ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા સોનાનું સ્વિટ્ઝર્લેન્ડ કનેક્શન બહાર આવી રહ્યું છે, એવી આશંકા છે કે, ઝડપાયેલું સોનું ગેરકાયદેસર રીતે દાણચોરી કરવામાં આવ્યું હતું.
કાનપુર અને કન્નૌજમાં પિયુષ જૈનના સ્થાનો પરથી પાડવામાં આવેલા દરોડામાં ૧૭૭ કરોડની રોકડ રિકવરી સાથે ૨૩ કિલો સોનું મળી આવ્યું છે. પ્રા થયેલા સોનાના બિસ્કિટ પર ઇન્ટરનેશનલ પ્રેશિયસ મેટલ રિફઇનરી લખેલું છે. અબુ ધાબી હેડક્વાર્ટર, દુબઈની આ રિફઈનરીમાં સોનાના બિસ્કિટ તૈયાર કરવામાં આવે છે, જેની એક શાખા શારજાહમાં છે અને બીજી શાખા ગોલ્ડ લેન્ડ બિલ્ડિંગ, ગોલ્ડ સોક, દુબઈમાં છે. IPMR સોનું સીધું વેચતું નથી. પીયૂષ જૈનના ઘરેથી મળેલા સોનાના બિસ્કિટ પર પણ કંઈક ભૂંસાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ પિયુષ જૈને સોનાના સ્વિત્ઝરલેન્ડ કનેક્શનને છુપાવવા માટે કંપનીના નામ પર ઉંઝરડા કર્યા છે. ડીઆરઆઈને શંકા છે કે જે કંપનીઓના નામ ઉંઝરડા અને ભૂંસી નાખવામાં આવ્યા છે તે બે કંપનીઓ છે અને બંને કંપનીઓ સ્વિત્ઝર્લેન્ડ કનેક્શન ધરાવે છે. બંને કંપનીઓ સ્વિત્ઝર્લેન્ડમાં સોનું વેચવાનો બિઝનેસ કરે છે.
ડીઆરઆઈના લખનૌ યુનિટે સોનાની રિકવરી સાથે કાનપુર અને કન્નૌજમાં જ કરાયેલી વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ ડીઆરઆઈએ પિયુષ જૈન વિરુદ્ધ કસ્ટમ એક્ટ હેઠળ એફ્આઈઆર નોંધી છે. એવી આશંકા છે કે પિયુષ જૈનના ઘરેથી ઝડપાયેલું સોનું ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટમાંથી ભારતમાં લાવવામાં આવ્યું છે. તાજેતરના દિવસોમાં, ડીઆરઆઈ દ્વારા સોનાની દાણચોરીમાં જ કરવામાં આવેલા તાર બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે જોડાયેલા છે. હાલમાં, ડીઆરઆઈએ કેસ નોંધ્યો છે અને જ કરાયેલા સોનાના દુબઈ અને સ્વિટ્ઝર્લેન્ડ કનેક્શનની તપાસ શરૂ કરી છે, કાનપુર સ્થિત બિઝનેસમેન પીયૂષ જૈન ભારતમાં કોઈપણ અધિકૃત ડીલરશીપ વિના આ સોનું કેવી રીતે પહોંચ્યું.

 

(12:00 am IST)