Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નાગાલેન્ડમાં કાયદો AFSPA ૩૦ જૂન સુધી લંબાવાયો

ગૃહ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી : આ કાયદો સેનાને રાજ્યના અશાંત ક્ષેત્રમાં ક્યાંય પણ સ્વતંત્રરૂપે સંચાલન કરવાનો વ્યાપક અધિકાર આપે છે

નવી દિલ્હી, તા.૩૦ : નાગાલેન્ડમાં વિવાદિત કાયદા સશસ્ત્ર બળ (વિશેષ) અધિકાર અધિનિયમ (એએફએસપીએ)ને મહિના (૩૦ જૂન, ૨૦૨૨) સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા અંગેની જાણકારી આપવામાં આવી છે. કાયદો સેનાને રાજ્યના અશાંત ક્ષેત્રમાં ક્યાંય પણ સ્વતંત્રરૂપે સંચાલન કરવાનો વ્યાપક અધિકાર આપે છે.

જે ક્ષેત્રોમાં એએફએસપીએલાગુ છે ત્યાં કોઈ પણ સૈન્યકર્મીને કેન્દ્રની મંજૂરી વગર દૂર કે પરેશાન કરી શકાય. તે સિવાય કાયદાને એવા વિસ્તારોમાં પણ લગાવવામાં આવે છે જ્યાં પોલીસ અને અર્ધસૈનિક બળ આતંકવાદ, ઉગ્રવાદ કે પછી બાહ્ય તાકાતો સામે લડવામાં નિષ્ફળ સાબિત થાય છે.

કાયદા અંતર્ગત સૈનિકોને અનેક વિશેષાધિકાર પ્રાપ્ત થાય છે જેમ કે- કોઈકની વોરન્ટ વગર ધરપકડ કરવી અને સંદિગ્ધના ઘરમાં ઘૂસીને તપાસ કરવાનો અધિકાર, પહેલી ચેતવણી બાદ જો સંદિગ્ધ માને નહીં તો તેના પર ગોળી ચલાવવાનો અધિકાર. ગોળી ચલાવવા માટે કોઈના પણ આદેશની રાહ નહીં જોવાની, તે ગોળી વડે કોઈનું મોત થાય તો સૈનિક પર હત્યાનો કેસ પણ ચલાવી શકાય. જો રાજ્ય સરકાર કે પોલીસ પ્રશાસન, કોઈ સૈનિક કે સેનાની ટુકડી વિરૂદ્ધ એફઆઈઆરનોંધાવે તો કોર્ટમાં તેની કાર્યવાહી માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર પડે છે.

(12:00 am IST)