Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

૧૧૩ રને આફ્રિકાને હરાવી ભારતની પ્રથમ ટેસ્ટમાં જીત

જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ : ભારતે સાઉથ આફ્રિકા સામે ૩૦૫ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેના જવાબમાં ટીમ ૧૯૧ રનમાં આઉટ થઈ ગઈ

સેન્ચ્યુરિયન, તા.૩૦ : જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગની મદદથી ભારતે સેન્ચ્યુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય નોંધાવ્યો છે. વિજય સાથે ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં -૦ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે યજમાન સાઉથ આફ્રિકા સામે ૩૦૫ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેના જવાબમાં ડીન એલ્ગરની આગેવાનીવાળી ટીમ ૧૯૧ રનમાં આઉટ થઈ ગઈ હતી. સેન્ચ્યુરિયનમાં ભારતનો પ્રથમ ટેસ્ટ વિજય છે.

ભારતે આપેલા ૩૦૫ રનના લક્ષ્યાંકના જવાબમાં બુધવારે મેચના ચોથા દિવસના અંતમાં સાઉથ આફ્રિકાએ ૯૪ રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. શુક્રવારે પાંચમાં અને અંતિમ દિવસ માટે ભારતને જીતવા માટે વિકેટની જરૂર હતી. યજમાન ટીમના ત્રણ બેટ્સમેન સુકાની ડીન એલ્ગર, ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડીકોક ભારતીય ટીમના વિજયમાં અવરોધરૂપ બની રહે તેમ હતા પરંતુ ઝડપી બોલર્સે તેમને સફળ થવા દીધા હતા.

એલ્ગર અડધી સદી ફટકારીને ચોથા દિવસના અંતે રમતમાં હતો. તેણે ટીમને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી હતી. એલ્ગરે સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન નોંધાવ્યા હતા. તેણે ૧૫૬ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૭૭ રન ફટકાર્યા હતા. બાવુમાએ પણ સંઘર્ષપૂર્ણ ઈનિંગ્સ રમી હતી અને એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ સામે છેડે તમામ બેટર્સ આઉટ થઈ ગયા હતા. બાવુમા ૮૦ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૩૫ રન નોંધાવીને અણનમ રહ્યો હતો.

ઉપરાંત ડી કોકે થોડી આક્રમક બેટિંગ કરી હતી પરંતુ તે વધારે સમય ટકી શક્યો હતો. ૨૮ બોલમાં ૨૧ રન નોંધાવીને તે સિરાજના બોલ પર બોલ્ડ થયો હતો. માર્કો જેનસેને ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને બે-બે સફળતા મળી હતી. સેન્ચ્યુરિયનમાં ભારતની જીતના હીરો ઓપનર લોકેશ રાહુલ અને ઝડપી બોલર મોહમ્મદ શમી રહ્યા હતા. લોકેશ રાહુલે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. જેની મદદથી ભારત ૩૨૭ રન નોંધાવવામાં સફળ રહ્યું હતું. રાહુલ સિવાય અન્ય કોઈ બેટર પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો હતો. રાહુલે ૨૬૦ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૨૩ રન નોંધાવ્યા હતા. ઉપરાંત મયંક અગ્રવાલે ૬૦, અજિંક્ય રહાણેએ ૪૮ અને વિરાટ કોહલીએ ૩૫ રન નોંધાવ્યા હતા. બાદમાં ભારતીય બોલર્સે સપાટો બોલાવ્યો હતો. પ્રથમ દાવમાં મોહમ્મદ શમીએ ૪૪ રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. જેની મદદથી સાઉથ આફ્રિકા ૧૯૭ રનમાં આઉટ થઈ ગયું હતું અને ભારતને મહત્વની સરસાઈ મળી હતી. શમીએ પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ત્રણ એમ કુલ આઠ વિકેટ પોતાના નામે કરી હતી. બોલર્સના દમદાર પ્રદર્શનના કારણે ભારત વિજય નોંધાવવામાં સફળ રહ્યું હતું.

(12:00 am IST)