Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પાતળા થઈ ગયા

પ્રજા પર અજીબો ગરીબ ફરમાન લાગુ કરનારા તાનાશાહ : કિમ જોંગ દેશમાં ભૂખમરા જેવી સ્થિતિના કારણે ઓછું ખાવાનું ખાઈ રહ્યા છે, ઓછું ખાવા માટે અપીલ કરી

પેયોંગયાન, તા.૩૦ : પોતાની જનતા પર અજીબો ગરીબ ફરમાનો લાગુ કરનારા નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ દુબળા પાતળા થઈ ગયા છે. કિમ જોંગ તાજેતરમાં પાર્ટીના કાર્યક્રમમાં દેખાયા હતા અને તેની તસવીરોમાં જોઈ શકાય છે કે, કિમ જોંગ દુબળા પાતળા થઈ ગયા છે .તેમના વજનમાં ખાસો ઘટાડો થયો છે.તેમનો ચહેરો પણ બદલાઈ ગયેલો દેખાય છે. તસવીર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ પબ્લિશ કરી છે.તેમનો ચહેરો પહેલા જેવો ગોળમટોળ દેખાતો નથી.

વજનમાં ઘટાડાનુ કારણ પણ આશ્ચર્યજનક છે.નોર્થ કોરિયાના સરકારી અધિકારીનુ કહેવુ છે કે, કિમ જોંગ દેશમાં ભૂખમરા જેવી સ્થિતિના કારણે ઓછુ ખાવાનુ ખાઈ રહ્યા છે.તેમણે દેશના લોકોને પણ અનાજનુ  ઉત્પાદન વધે નહીં ત્યાં સુધી ઓછુ ખાવા માટે અપીલ કરી હતી.

કિમ જોંગે ઓકટોબરમાં પોતાના નાગરિકોને કહ્યુ હતુ કે જ્યાં સુધી નોર્થ કોરિયાની ચીન સાથેની બોર્ડર ખોલવામાં ના આવે ત્યાં સુ ધી લોકોએ ઓછુ ખાવુ પડશે.

દરમિયાન યુનાઈટેડ નેશન્સનો પણ અંદાજ છે કે, વર્ષે નોર્થ કોરિયામાં .૬૦ લાખ ટન અનાજની અછત છે.

(12:00 am IST)