Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર ક્વિન્ટન ડી કોકે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી

તેમણે તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટ છોડવાની જાહેરાત કરી :તેના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા

દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટ છોડવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. ભારત વિરૂદ્ધ સેન્ચુરિયન ટેસ્ટમાં તે ઓ ખાસ કરી શક્યો નહોતો. તેમને બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 113 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે.

ડી કોકના નિર્ણયથી દરેકને આઘાત લાગ્યો છે, 29. ડી કોકે દક્ષિણ આફ્રિકા માટે 54 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 3300 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 38.83 રહી છે. ડી કોકે ટેસ્ટ મેચોમાં 6 ટેસ્ટ સદી અને 22 અર્ધસદી ફટકારી છે. સેન્ચુરિયન ટેસ્ટની વાત કરીએ તો ડી કોકે પ્રથમ ઇનિંગમાં 34 રન અને બીજી ઇનિંગમાં 21 રન બનાવ્યા હતા.

જો કે, ડી કોક વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું ચાલુ રાખશે. નોંધપાત્ર વાત એ છે કે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને પ્રથમ વખત એશિયન ટીમે હાર આપી છે. ડી કોક ભારત સામેની પ્રથમ ટેસ્ટ બાદ પિતૃત્વની રજા લેવાનો હતો, પરંતુ તેણે અચાનક પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને વિચારતા કરી દીધા.

(12:58 am IST)