Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

નરેન્દ્રભાઇએ પોતાના પ્રવચનની શરૂઆત અને અંત ગુજરાતીમાં કર્યોઃ કેમ છો રાજકોટ ઠંડી-બંડી છે કે નહી... અંતમાં પ્રિય મીત્ર સ્વ. અભયભાઇને યાદ કરી ખાસ શ્રધ્ધાંજલી પાઠવીઃ રાજકોટના લોકોને નિહાળી ખુશખુશાલ...

રાજકોટ :.. એઇમ્સના ખાતમુર્હૂત પ્રસંગે આજે સવારે ૧૧-૦પ કલાકે એઇમ્સની તકતીના અનાવરણ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના પ્રવચનની શરૂઆત અને અંત શુધ્ધ ગુજરાતીમાં કર્યા હતાં... પ્રારંભમાં તેમણે જણાવ્યું હતું કે કેમ છો રાજકોટ ઠંડી-બંડી છે કે, નહી અને અંતમાં તેમણે જણાવેલ કે રાજકોટને હું બહુ જ મીસ કરૂ છું, ખાસ કરીને આ વર્ષે મારા પરમ મીત્ર સ્વ. અભયભાઇ ભારદ્વાજને ગુમાવ્યાનો ઘણો અફસોસ છે.... દુઃખ છે... કોરાનાને કારણે તેમને ગુમાવ્યા. તેમને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવુ છું., રાજકોટના લોકોને નિહાળી-મળી હું બહુ ખુશ છું.

(3:03 pm IST)