Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

શ્રીનગરમાં આતંકવાદીઓ કોંગ્રેસ ધારાસભ્યના ઘરમાં ધુસીને ચાર એકે રાયફલ્સ લૂંટી ફરાર: એલર્ટ જાહેર

શ્રીનગરના જવાહર નગર વિસ્તારમાં કોંગ્રેસ ધારાસભ્ય મુજફ્ફર પાર્રેના ઘરમાં આતંકવાદી ધુસીને ચાર એકે રાઇફલ લૂંટી ફરાર થઇ ગયા છે ધોળા દિવસે થયેલી આ ઘટના બાદ શ્રીનગરમાં એલર્ટ જાહેર કરાયું છે

 આ અગાઉ શનિવારે આઇએસઆઇએસનો ઝંડો પકડેલા યુવકોના એક ગ્રુપે જબરદસ્તી અહીંયાના ઐતિહાસિક જામિયા મસ્જિદમાં ઘૂસીને હંગામો કર્યો હતો. મસ્જિદના મેનેજમેન્ટ કમિટી અને અલગાવવાદિઓએ આ ઘટનાની નિંદા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના જૂમાની નમાજ બાદ થઇ હતી. જ્યારે અધિકારી લોકો મસ્જિદથી જતા રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે આ યુવકોને મસ્જિદમાં હાજર લોકોએ ભગાડી દીધા હતા. ઘટનાનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

 અધિકારીઓએ જણાવ્યું કે હુરિયત કોન્ફરન્સના મધ્યમ જૂથોના અધ્યક્ષ મીરવાઇજ ઉમર ફારૂકે મસ્જિદમાં જુમાનો ઉપદેશ આપ્યો હતો અને તેઓ પણ ઘટનાથી પહેલા ત્યાંથી રવાના થઇ ગયા હતા.

 અધિકારીઓએ જણાવ્યું કે, માસ્ક પહેરી કેટલાક યુવકો જબરદસ્તી મસ્જિદમાં અંદર ધૂસ્યા હતા અને મંચની તરફ આગળ વધી રહ્યાં હતા. જ્યાં મીરવાઇજના ઉપદેશ આપ્યો હતો. તેમાંથી એક મંચ પર ચઢીને નારા લગાવવા લાગ્યો હતો. તેમણે આઇએસઆઇએસના ઝંડો હાથમાં પકડેલો હતો. યુવકોએ ત્યાં હાજર લોકોએ ભગાડી દીધા હતા.

 અંજુમાન અકાફ જામા મસ્જિદના પ્રબંધ સમિતીએ આ ઘટનાની નિંદા કરી છે. જ્વાઇન્ટ રેસિસટાંસ લીડરશિપ (જેઆરએલ)ના બેનર અંતરગત અલગાવવાદીઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે. જેઆરએલમાં મીરવાઇજ સૈયદ અલી ગિલાની અને મોહમ્મદ યાસિન માલિક પણ સામેલ છે.

(12:00 am IST)