Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાજકોટ એરપોર્ટ નિર્માણની કામગીરીનો ડિસેમ્બરમાં પ્રારંભ : વિજયભાઇ રૂપાણી

ડાયનેમિક પોલીસીઝ અને સમર્પિત નેતૃત્વથી ગુજરાતે વિકાસનું નવુ મોડેલ દુનિયાને આપ્યું... :વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે નવી દિલ્હીમાં ગલોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠક

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દિલ્હીના એક દિવસના પ્રવાસે છે. ગ્લોબલ સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વન ટુ વન બેઠકો કરી હતી. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્ર, નેધરલેન્ડના ભારત ખાતેના રાજદુત સહિત ઉદ્યોગપતિઓ સાથે જુદા-જુદા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

ગાંધીનગર તા. ૧૬ : વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. નેધરલેન્ડના ભારત ખાતેના રાજદૂત માર્ટીન વાનડેર બર્ગ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મીટીંગ કરી હતી.

નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યમંત્રી સાથેની વન ટુ વન બેઠકમાં ગુજરાત સાથે પોર્ટ લેડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પીસીપીઆઇઆરમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.

હાલ દહેજમાં ૧૫૦૦ કરોડના રોકાણ સાથે નેધરલેન્ડ ની અગ્રણી કંપની રોયલ વોપાકે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડનું હાઇ પાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું.

નેધરલેન્ડ આ વર્ષના વાયબ્રન્ટનું પાર્ટનર કન્ટ્રી છે તે સંદર્ભમાં પણ વન ટુ વન બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો.

વિજયભાઈ રૂપાણીએ ખાસ કરીને ગુજરાતમાં હાલ કાર્યરત નેધરલેન્ડ ઉદ્યોગકારોને મળી રહેલી સવલતો અને સરકારના પ્રોત્સાહન અંગેની ફળદાયી ચર્ચાઓઙ્ગ કરી હતી.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્ર એ કરેલી ચર્ચા માં જણાવ્યું હતું કે રાજકોટ ધોલેરા અને રાજપીપળા માં એરપોર્ટ નાઙ્ગ નિર્માણ માં એર પોર્ટ ઓથોરિટી સહયોગ આપશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે બહોળા પ્રમાણમાં લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવાશે. ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનેઙ્ગ અમદાવાદ ન્યુ એરપોર્ટઙ્ગ તરીકે વિકસાવીને આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે.

રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે ૯૯ વર્ષના લીઝ પર ૨૫૦૦ એકર જમીન માટે રાજય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા છે તે સંદર્ભમાં આગામી ડિસેમ્બર અંત સુધીમાં એરપોર્ટ નિર્માણની કામગીરીનોઙ્ગ કાર્યારંભ કરાશે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ પણે જણાવ્યુંકે વાયબ્રન્ટ સમિટ હવેઙ્ગ ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ અને વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝ નું ઙ્ગવિશ્વ મંચ બની ગઈ છે. ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી આગળ વધી ફીલ ઓફ ડુઇંગ બિઝનેસ નો અનુભવ અહીં રોકાણ કરનારા સૌને કરાવે છે એમ તેમણે નવી દિલ્હીમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ રોડ શો માં સંબોધન કરતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કેઙ્ગડાયનેમિક પોલીસીઝ ઙ્ગઅને સમર્પિત નેતૃત્વથી ગુજરાતે વિકાસનું નવું મોડેલ દુનિયાને આપ્યું છે.

ગુજરાતના આ સર્વગ્રાહી વિકાસથી અન્ય રાજયો માટે પણ ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે ગુજરાત વાયબ્રન્ટ સમિટની સફળતા અને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી ન્યુ ઇન્ડિયાની નિવ મુકશે અને ન્યુ ઇન્ડિયાના ઙ્ગનિર્માણનું નેતૃત્વ પણ કરશે જ. તેમણે આગામી સમિટ નવા અવસર નવી સંભાવનાઓ ના દ્વાર વિશ્વ આખાના વેપાર ઉદ્યોગ રોકાણકારો માટે ખોલશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો અને રેન્યુ પાવર વેન્ટરસ પ્રા.લી.ના સુમંત સિન્હા સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની નવી દિલ્હીઙ્ગ ખાતે વન ટુ વન બેઠક શૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેકટર કેનિચી અયુકાવા એ ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટ ના કાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારૂતિ સુઝુકી આઇ.ટી.આઇ.માં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી

મારૂતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેનાઙ્ગ ત્રીજા ફેઈઝ ના પ્લાન્ટ ની ઉત્પાદન કેપેસિટી બમણી એટલે કે ૭.૫ લાખથી ૧૫ લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દિલ્હીમાં સ્પાઇસજેટ લીમીટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર અજય સિંઘ, જીઇ સાઉથ એશીયાના પ્રેસીડેન્ટ અને સીઇઓ વિશાલ વાન્ચુ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજન ભારતી, મિલત, એમજી મોટર ઇન્ડીયા પ્રા.લી.ના સીઇઓ અને પ્રેસીડેન્ટ રાજીવ છાબડા સહિતના સાથે વન ટુ વન બેઠકો કરી હતી.

(4:25 pm IST)