Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રેલવેના એસી કોચમાં 14 કરોડના ચાદર,ધાબળા અને રૂમાલ ગાયબ

ગતવર્ષે 21,72,246 બેડરોલ ગૂમ :વોશરૂમામ્થી મગ,ફ્લશ પાઇપ અને કાચની ચોરી

નવી દિલ્હીઃ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરનારા પૈસાવાળા લોકો રુમાલ, ચાદર અને ધાબળા ચોરીના મામલે શકના ઘેરામાં છે. વર્ષ 2017-18 દરમિયાન ટ્રેનના AC કોચોમાંથી લાખો રુપિયાના ચાદર, ધાબળા અને રુમાલ ગાયબ થઈ ગયા છે. જેની કુલ કિંમત 14 કરોડ રુપિયા જણાવવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ માહિતી આપી છે.

 

 પાછલા વર્ષે દેશભરમાં ટ્રેનોમાં AC કોચમાં લગભગ 21,72,246 બેડરોલ ગાયબ થઈ ગયા છે, જેમાં 12,83,415 રુમાલ, 4,71,077 ચાદર અને 3,14,952 તકિયાના કવર ચોરાઈ ગયા છે. સિવાય 56,287 તકિયા અને 46,515 ધાબળા ગાયબ છે.
 
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગાયબ થયેલા સામાનની કુલ કિંમત 14 કરોડ રુપિયા થાય છે. આટલું નહીં વોશરુમમાંથી મગ, ફ્લશ પાઈપ અને કાચની પણ ચોરી થયાના રિપોર્ટ પણ સમયાંતરે નોંધાતા રહ્યા છે. AC કોચમાં મુસાફરી કરનારા યાત્રાઓ માટે સારી સુવિધા આપવાની કોશિશ કરતા રેલવે માટે ચોરી નવી સમસ્યા પેદા કરી રહી છે.

(2:05 pm IST)