Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બીજા રાજ્‍યમાં અનામત મળી શકે નહી : સુપ્રિમ

કોર્ટે કહ્યું, લગ્ન અને જ્ઞાતિના પ્રમાણપત્ર બાદ પણ લાભ ન મળી શકે

નવી દિલ્‍હી તા. ૧૬ : સુપ્રીમકોર્ટે ગઈકાલે આપેલા એક મહત્‍વના નીર્ણયમાં કહ્યું કે કોઈને બીજા રાજયમાં અનામતનો લાભ આપી શકાય નહીં.ભલે પછી તે તેના લગ્ન તે રાજયમાં જ કેમ થયા ના હોય.વ્‍યક્‍તિનો જે રાજયમાં જન્‍મ થયો છે, ફક્‍ત તે જ અનામત નો દાવો કરી શકે.

ᅠમુખ્‍ય ન્‍યાયાધીશ રંજન ગોગોઈની અધ્‍યક્ષતાવાળી ત્રણ જજની પીઠે કહ્યું કે ફક્‍ત તેના આધાર પર કે પ્રવાસી રાજયમાં કોઈ જાતિને અનુસૂચિત જાતિ માનવામાં આવી છે.તે રાજયમાં આવીને વસતા વ્‍યક્‍તિને અનુસૂચિત જાતિના માની શકાય નહી.તે વાત થી પણ કાંઈ ફરક પડતો નથી કે તેને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્‍યું હોય..

ᅠᅠ પંજાબમાં વાલ્‍મિકી સમુદાયમાંથી આવતી રંજનાએ ઉત્તરાખંડના વાલ્‍મિકી સમુદાયના યુવક સાથે લગ્ન કર્યા.આ જાતિ ઉત્તરાખંડમાં પણ એસસી માનવામાં આવી છે. રંજનાએ ત્‍યાં જિલ્લા સૂચના અધિકારી પદ માટે અરજી કરી પણ તેની ઉમેદવારી એ કહીને ફગાવી દેવામાં આવી કે તે પંજાબમાં એસસી છે પરંતુ ઉત્તરાખંડમાં તે અનામતનો લાભ મહેલવી શકે નહી. તેને રંજનાએ સુપ્રીમે કોર્ટમા પડકાર્યો.

સવાલ એ હતો કે શું જે વ્‍યક્‍તિ જન્‍મસ્‍થાન એટલે કે મૂળ રાજય,જયા તે એસસી, ત્‍યાંથી બીજા રાજયમાં વિવાહિત થઈને જાય તો તેને અનામત નો લાભ મળશે કે નહીં? આ અંગે કોર્ટે નિર્ણ્‍ય સંભળાવ્‍યો.

(12:09 pm IST)