Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

નાગપુરમાં લાઠી સાથેની રેલી યોજવા બદલ મોહન ભાગવતને કોર્ટનું તેડુ

૧૧ ડિસેમ્‍બરે હાજર થવા ફરમાન

નાગપુર, તા. ૧૬ : નાગપુરની એક દાલતે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને નોટિસ મોકલાવી છે. આરોપ છે કે પોલીસની પરવાનગીની શરતોનો ભંગ કરતા સંઘના કાર્યક્રમમાં લાઠીઓનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. અત્રે એ નોંધનીય છે કે, આ વર્ષે જુનમાં સંઘના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉપસ્‍થિત હતાં.

ભાગવતે નાગપુરની ડિસ્‍ટ્રીકટ સેસન્‍સ કોર્ટમાં ૧૧ ડિસે. હાજર થવાનું ફરમાન થયું છે. નાગપુરના એક શખ્‍સની ફરિયાદ એક કોર્ટે નકારતા તે પછી તે સેસન્‍સ કોર્ટ પહોંચ્‍યો હતો.

ફરીયાદી મોહનીશ જબલપુરીએ કહ્યું હતું કે પોલીસે હથિયાર વગર આયોજનની પરવાનગી આપી હતી એ રેલીમાં ૭૦૦ સ્‍વયંસેવક લાઠી લઇને સામેલ થયા હતાં અને શરતનો ભંગ થયો હતો.

(10:28 am IST)