Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા ધસી રહેલા વિદેશીઓના પ્રવાહને ખાળવા ટ્રમ્પ સરકારનો નવો નિર્ણયઃ નિરાશ્રિતોને પાછા ધકેલવા આશ્રય આપવા ઉપર પ્રતિબંધ મુકી દીધોઃ માનવતા વિરૃધ્ધ તથા ઇમીગ્રેશન એકટના ભંગ સમાન હુકમ સામે ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી દિપક આહલુવાલિયાનો આક્રોશ

વોશીંગ્ટનઃ મેકિસકો બોર્ડર ઉપર થઇને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા વિદેશીઓને અટકાવવા માટે સ્થળ ઉપર આશ્રય આપ્યા વિના પાછા ધકેલવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આશ્રય સ્થાનમાં પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ અમેરિકા, ઇન્ડિયા તથા સાઉથ એશિયામાંથી અમેરિકામાં સ્થાયી થવા સંખ્યાબંધ લોકોના પ્રવાહને પાછો ધકેલવા આશ્રય આપવાનું બંધ કરવાનો પ્રેસિડન્ટએ નિર્ણય લીધો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

માનવતાના ઉલ્લંઘન સમાન તથા ઇમીગ્રેશન એન્ડ નેશનાલીટી એકટના ભંગ સમાન ટ્રમ્પના આ નિર્ણયને ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી દિપક આહલુવાલિયાએ વખોડી કાઢયો છે.

(9:22 pm IST)