Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

એલચી - મરી - ચા - કોફીનો તમામ ઉભો પાક ધોવાઇ ગયો : અબજોનું નુકસાન

કેરળમાં સરેરાશ કરતા ૯ ગણો વરસાદ પડયો

કોચીન તા. ૧૮ : તાજેતરમાં સમગ્ર કેરળ રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં ધંધા - રોજગાર પર માઠી અસર થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેરળમાં રૂટિન વરસાદની તુલનાએ નવ ગણો વરસાદ પડતા સમગ્ર રાજ્યમાં વિકટ સ્થિતિ ઉદ્ભવી છે. ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર પૂર આવ્યા છે.

ઉદ્ભવેલ આ પ્રતિકૂળ ીસ્થતિના કારણે સમગ્ર રાજ્યમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરના કારણે ખેતરોમાં ઉભો પાક ધોવાઇ જવા પામ્યો છે. પૂરના કારણે ઇલાયચી તેમજ મરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

તો બીજી તરફ ચા, કોફી તેમજ અન્ય મરી-મસાલાના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. પ્રતિકૂળ હવામાનને પગલે રબરના પાક (ઉપજ)માં પણ ૨૦ ટકા ઘટાડો થવાની સંભાવના છે.

ભારે વરસાદ અને પૂરના કારણે સમગ્ર કેરળ રાજ્યમાં ધંધા - રોજગારને ભારે નુકસાન થવા પામ્યું છે.  આ ઉપરાંત ફેડરલ બેંક અને સાઉથ ઇન્ડિયન બેંકના કામકાજ પર પણ પ્રતિકૂળ અસર થવા પામી હતી.(૨૧.૧૦)

(10:55 am IST)