Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સોૈરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર ૧ થી ૪ ઇંચ

કાચુ સોનું વરસતા સર્વત્ર હરખના ઘોડાપુરઃ મોલાતને સંજીવની મળીઃ રાતભર ધીમીધારે મેઘમહેર થતા લોકોના હૈયે હરખઃ સાયલા ૪II, ધ્રાંગધ્રા-મુળી-ચોટીલામાં ૪, ચુડા-લખતર-બરવાળા-૩, વાંકાનેર-ટંકારા અઢી, થાનગઢ- મોરબી- હળવદ- બોટાદ- વલ્લભીપુર, શિહોરમાં ર ઇંચ વરસાદ વરસ્યો

પ્રથમ તસ્વીરમાં ભાવનગર, બીજી તસ્વીરમાં હળવદ, ત્રીજી તસ્વીરમાં ગોંડલ, ચોથી તસ્વીરમાં કચ્છ તથા પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં મોરબીમાં મેઘરાજા મહેરબાન થતાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી - ભાવનગર, દિપક જાની - હળવદ, ભાવેશ ભોજાણી - ગોંડલ, વિનોદ ગાલા - ભુજ, પ્રવિણ વ્યાસ - મોરબી)

રાજકોટ તા.૧૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેર થતાં લોકોના હૈયે હરખની હેલી છવાઇ છે અને રાતભર અનેક જગ્યાએ અડધાથી ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગઇકાલે સવારથી પધરામણી કરી હતી. અને ગઇકાલે ૧ થી ૩ ઇંંચ વરસાદ વરસ્યા બાદ કાલે મોડી રાત્રીથી સવાર સુધીમાં વધુ ૧ થી ૪ ઇંચ વરસાદ વરસ્યો છે.

કાલે સાંજથી આજે સવાર સુધીમાં સાયલામાં સાડા ચાર ઇંચ વરસાદ પડયો છે. જયારે ધ્રાંગધ્રા, મુળી, ચોટીલામાં ૪, ચુડા, લખતર, બરવાળામાં ૩, વાંકાનેર, ટંકારામાં અઢી, થાનગઢ, મોરબી, હળવદ, બોટાદ, વલ્લભીપુર, શિહોરમાં ર ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભાવનગર

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં લાંબા સમયનાં વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જે બપોરનાં ૧ર સુધી ચાલુ રહ્યો હતો. જીલ્લામાં સર્વત્ર વરસાદથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થતાં ખેડુતોમાં હાશકારા સાથે આનંદની લાગણી ફેલાઇ છે. જીલ્લાભરમાં અર્ધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભાવનગર જીલ્લામાં આજે બપોર સુધીમાં નોંધાયેલા વરસાદ મુજબ ભાવનગરમાં ૪૦ મી.મી. સિહોરમાં પપ મી.મી. ઘોઘામાં ૩૧ મી.મી. વલભીપુરમાં ૪પ મી.મી. મહુવામાં ૧૧ મી.મી. તળાજામાં ૩ર મી.મી. પાલીતાણામાં ૩૭ મી.મી. ગારીયાધારમાં ૧૭ મી.મી. જેસરમાં ૧૩ મી.મી. અને ઉમરાળામાં ૪૧ મી.મી. વરસાદ પડયો છે બપોરે વરસાદે વિરામ લીધો છે જોકે હજુ પણ વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે.

ફલ્લા

ફલ્લાઃ જામનગર તાલુકાનાં ફલ્લા વિસ્તારમાં આશરે એક માસનાં વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. એક ઇંચ વરસાદ નોંધાયો છે. મુરજાતી મોલાત પર વરસાદ થતાં ખેડુતોમાં ખુશી ફેલાઇ છે.

ભુજ

ભુજ : ઘણા સમયથી કચ્છમા વરસાદ ખેંચાઈ જતા પાણી અને ઘાસચારાની સમસ્યા વિકટ બનતી જતી હતી. પણ અંતે મેઘરાજાએ કચ્છ પર મહેર કરી છે અને પૂર્વ કચ્છના વાગડ થી વરસાદનો ગઈકાલ થી પ્રારંભ થયો છે. જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હળવાથી મધ્યમ કક્ષાનું રહ્યું છે. રાપરમાં અડધા થી એક ઇંચ, ભચાઉ માં બે થી ત્રણ ઇંચ જયારે ગાંધીધામ માં દોઢ ઇંચ, અંજાર માં એક ઇંચ અને નખત્રાણા માં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ભુજ, મુંદરા અને માંડવી માં વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝરમર ઝાપટા પડયા છે. જયારે અબડાસા અને લખપત માં વરસાદ નથી. જોકે, હજીયે વાદળા ગોરંભાયેલા છે અને વરસાદી માહોલ છે તેની સાથે કચ્છમા વરસાદની આગાહી છે. એટલે, લોકોને આશા છે કે મેઘરાજા ની મહેર થશે.

હળવદ

હળવદ : લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ કાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હળવદ ઉપરાંત ચરાડવા, માથક, ટીકર, માલનીયાદ, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતો માં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. જયારે બાળકો એ પણ વરસાદની ખૂબ મઝા લીધી હતી.

ગોંડલ

ગોંડલ : શહેર પંથકમાં મેઘરાજાએ શુક્રવારના વહેલી સવારથી જ હળવા-ભારે ઝાપટા સ્વરૂપે વરસવાનું શરૂ કરતા શહેરના રાજમાર્ગો પાણીથી ભરાયા હતા. સાંજના છ વાગ્યા સુધીમાં સવા ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂત સહિત લોકોમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી.

ગઇકાલે સાંજથી સવાર સુધીમાં જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ, દેવભુમી દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર સહિત જીલ્લામાં ઝાપટાથી ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ર૪ કલાક દરમિયાન પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

સુરેન્દ્રનગર

ચોટીલા

૧૦૭

મી.મી.

ચુડા

૭પ

મી.મી.

દસાડા

૪ર

મી.મી.

ધ્રાંગધ્રા

૧૦૯

મી.મી.

થાનગઢ

પ૬

મી.મી.

લખતર

૬૭

મી.મી.

મુળી

૧૦૩

મી.મી.

સાયલા

૧૧૩

મી.મી.

વઢવાણ

૯૧

મી.મી.

મોરબી

મોરબી

પ૧

મી.મી.

વાંકોનર

૬૧

મી.મી.

હળવદ

પ૪

મી.મી.

ટંકારા

૬૦

મી.મી.

માળીયા મિયાણા

૩૬

મી.મી

બોટાદ

બોટાદ

૪પ

મી.મી.

ગઢડા

૩પ

મી.મી.

રાણપુર

૪પ

મી.મી.

બરવાળા

૬૪

મી.મી.

રાજકોટ

ગોંડલ

ર૮

મી.મી.

જામકંડોરણા

મી.મી.

જસદણ

૩૭

મી.મી.

જેતપુર

મી.મી.

કોટડાસાંગાણી

રપ

મી.મી.

લોધીકા

ર૦

મી.મી.

ઉપલેટા

મી.મી.

રાજકોટ

૪૦

મી.મી.

પડધરી

ર૭

મી.મી.

વિંછીયા

૩૪

મી.મી.

ભાવનગર

ભાવનગર

૩૮

મી.મી.

શિહોર

પ૮

મી.મી.

ઘોઘા

૩૧

મી.મી.

વલ્લભીપુર

પ૧

મી.મી.

મહુવા

૧૧

મી.મી.

તળાજા

ર૧

મી.મી.

પાલીતાણા

ર૯

મી.મી.

ગારીયાધાર

૧૭

મી.મી.

જેશર

૧૩

મી.મી.

ઉમરાળા

૪૧

મી.મી.

જામનગર

જામનગર

૧૯

મી.મી.

કાલાવડ

૩૭

મી.મી.

લાલપુર

મી.મી.

ધ્રોલ

૧૧

મી.મી.

જોડિયા

ર૮

મી.મી.

અમરેલી

અમરેલી

૩૦

મી.મી.

બાબરા

૩૬

મી.મી.

બગસરા

મી.મી.

ધારી

મી.મી.

જાફરાબાદ

મી.મી.

ખાંભા

મી.મી.

લાઠી

રપ

મી.મી.

લીલીયા

૧૮

મી.મી.

રાજુલા

મી.મી.

સાવરકુંડલા

મી.મી.

વડીયા

૧ર

મી.મી.

કચ્છ

અંજાર

મી.મી.

ગાંધીધામ

૧પ

મી.મી.

માંડવી

ર૦

મી.મી.

જુનાગઢ

ભેંસાણ

મી.મી.

જુનાગઢ

મી.મી.

માળીયાહાટીના

મી.મી.

વંથલી

મી.મી.

વિસાવદર

મી.મી.

ગીર સોમનાથ

વેરાવળ

મી.મી.

સુત્રાપાડા

મી.મી.

ઉના

મી.મી.

દેવભુમી દ્વારકા

દ્વારકા

મી.મી.

ખંભાળીયા

મી.મી.

(10:54 am IST)