Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અટલજીની અંતિમયાત્રામાં PM મોદી સહિત તમામ મંત્રીઓ પગપાળા ચાલ્યા

અંતિમયાત્રામાં કોઇ ગાડીમાં જાય ખરૃં?

નવી દિલ્હી તા. ૧૮ : અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં અભુતપુર્વ માનવમહેરામણ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદી સહિત ભાજપનાં તમામ પ્રમુખ નેતાઓ તેમની અંતિમ યાત્રામાં પગપાળા ચાલી રહ્યા હતા. આ અંગે વરિષ્ઠ પત્રકાર અને લખનઉમાં અટલ બિહારી વાજપેયીની સાથે લાંબા સમય સુધી રહેનારા અખિલેશ વાજપેયીએ અટલજી સાથે જોડાયેલી એક જુની વાત વાગોળી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી, તેમની સંપુર્ણ કેબિનેટ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પગે ચાલતા દેખાયા.

સમગ્ર કેબિનેટની પગપાળા ચાલવા પાછળનું કારણ છે કે, વાજપેયી પોતે પણ કોઇની અંતિમ યાત્રામાં જતા તો આમ જ કરતા હતા. તેમણે કહ્યું કે, અટલજી જેવા વ્યકિત માટે આ સાચી શ્રદ્ઘાંજલી છે.

અખિલેશ વાજપેયીએ જણાવ્યું કે, લખનઉ કેંટના ભાજપના ધારાસભ્ય રહેલા સતીષ ભાટીયાની અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, અટલજીની સ્મશાન યાત્રાની સાથે સ્મશાન ઘાટ સુધી પગપાળા જ ગયા હતા. આ દરમિયાન લોકોએ તેમને ઘણી અપીલ કરી કે તેઓ ગાડીમાં બેસી જાય. આ અંગે અટલજીએ કહ્યું કે, અંતિમ યાત્રામાં કોઇ ગાડીથી જાય? આ ઉપરાંત તેઓ ઘાટ પર તમામ કર્મકાંડ પુર્ણ થાય ત્યાં સુધી બેઠા રહ્યા હતા. એવા હતા આપણા અટલજી.

૨૦૦૪માં જયારે લખનઉમાં સાડી કાંડ થયો, તે સમયે અટલજી દક્ષિણ ભારતમાં પ્રચાર કરી રહ્યા હતા. બપોરે આશરે ૩ વાગ્યે આ દુર્ઘટના થઇ હશે અને રાત્રે ૮ વાગ્યે તો અટલજી લખનઉમાં હતા. તેવો હતો તેમનો લખનઉ સાથેનો સંબંધ.ભાજપ નેતા લાલજી ટંડનના જન્મ દિવસ પર ચંદ્રશેખર આઝાદ પાર્કમાં સાડી વિતરણ સમારંભમાં થયેલી દુર્ઘટનાને કારણે ૨૨ મહિલાઓનાં મોત નિપજયા હતા.

વાજપેયી હોસ્પિટલ ગયા અને તમામ ઘાયલોને મળ્યા. તમામ મૃતકોનાં ઘરે ગયા. ત્યાર બાદ તેમણે કાર્યક્રમ અંગે નારાજગી વ્યકત કરી અને કહ્યું કે, ગરીબીનું પ્રદર્શન સમારંભ યોજીને ન થવું જોઇએ. દાન એવી રીતે આપવું જોઇએ કે એક હાથેથી અપાય તો બીજા હાથને પણ ખ્યાલ ન આવે.(૨૧.૩)

(9:38 am IST)