Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

IPL -2020 : દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયનનો 9 વિકેટે શાનદાર વિજય

દિલ્હીના 111 રનના જવાબમાં મુંબઈએ માત્ર એક વિકેટ ગુમાવી 14.2 ઓવરમાં જ મેચ જીત્યો : ઈશાન કિશને 47 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 72 રન ફટકાર્યા : મુંબઇ વતી બોલ્ટ અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી

દુબઇઃ IPL-2020ની 13મી સીઝનની 51મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે  દિલ્હી કેપિટલ્સ સામે 9 વિકેટ શાનદાર જીત મેળવી છે  મુંબઇ પહેલાં જ પ્લેઓફમાં પહોંચી ગયું છે. પરંતુ દિલ્હી માટે હજુ દિલ્હી દૂર બની ગયું છે  મુંબઇ 18 પોઇન્ટ સાથે ટોપ પર છે. દિલ્હી હજુ 14 પોઇન્ટ છે. તેથી તેને બાકી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની એક માત્ર મેચ જીતવી જ પડે. દિલ્હીની આ સતત ચોથી હાર છે.

દુબઇમાં શનિવારે રમાયેલી મેચમાં ટોસ હારી દિલ્હી બેટિંગમાં નિષ્ફળ ગયું હતું. તેણે મુંબઇને માત્ર 111 રનનો ટારગેટ આપ્યો હતો. જે મુંબઇએ માત્ર એક વિકેટ પાર કરી 14.2 ઓવરમાં જ 9 વિકેટે ભવ્ય વિજય નોધાવ્યો હતો.

મુંબઇના ઓપનર ઇશાન કિશને IPLમાં પોતાની 6ઠ્ઠી અર્ધી સદી કરી.. તેણે 47 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 72 કર્યા હતા. સુર્યકુમાર 12 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે બીજા ઓપનર ડિકોકે 26 રન કર્યા હતા. ડિકોક અને ઇશાન વચ્ચે પ્રથમ વિકેટની 68 રનની ભાગીદારી થઇ હતી. તેમણે પાવર પ્લેમાં 38 રન કર્યા હતા.

અગાઉ દિલ્હીએ 20 એવરમાં 9 વિકેટ 110 રનનો સામાન્ય જુમલો નોંધાવ્યો હતો. જે સીઝનનો દુબઇમાં સૌથી નાનો ટારગેટ છે. અગાઉ અહીં પંજાબે હૈદરાબાદને 127 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સતત બે સદી નોંધાવ્યા બાદ દિલ્હીનો ઓપનર શિખર ધવન સતત બીજી વાર શૂન્ય પર આઉટ થઇ ગયો.

જ્યારે પૃથ્વી શો પણ શરુઆતની કેટલીક મેચ બાદ સતત નિષ્ફળ રહ્યો છે. તેણે માત્ર 10 રન કર્યા હતા. મુંબઇના આક્રમક બોલર બોલ્ટ સામે બંને ટકી શક્યા નહતા. બે વિકેટ માત્ર 15 રનમાં અને 5 વિકેટ 62 રનમાં પડી જતાં દિલ્હી પછી બેઠું થઇ શક્યું નહીં.

મુંબઇ વતી બોલ્ટ અને બુમરાહે 3-3 અને કલ્ટર નાઇલ અને ચહરે 1-1 વિકેટ લીધી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા, જ્યારે બોલ્ટે 21 રન આપતા મુંબઇની બોલિંગ બહુ ટાઇટ રહી હતી. કુણાલ પંડિયાને વિકેટ મળી નહતી પરંતુ તેણે ઓપનિંગમાં એક છેડે 3 ઓવરમાં માત્ર 13 રન આપી દિલ્હી પર ભારે દબાણ લાવી દીધુ હતું.

દિલ્હીના બંને ઓપનર્સ સસ્તામાં આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને ઋષભ પંત પણ ટીમને બચાવી શક્યા નહીં. તેમની વચ્ચે 35 રનની ભાગીદારી થઇ પછી શ્રેયસ રાહુલ ચહેરના બોલે 25 અને પંત બુમરાહ સામે 21 રને આઉટ થઇ ગયા હતા.CvsMI

કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ઇજા થયા બાદ મુંબઇનો કેપ્ટન રોહિત શર્મા હજુ ફિટ થયો નથી. તેથી સસ્પેન્સ રહ્યું છે.  કેપ્ટનશિપ સતત ચોથી મેચમાં પોલાર્ડના માથે હતી. જે તેણે સફળતા પૂર્વક નિભાવી છે.

સીઝનની ગત ) મેચમાં પણ મુંબઇએ દિલ્હીને પાંચ વિકેટે હરાવ્યું હતું. અબુધાબીમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 162 રના કર્યા હતા. જેની સામે મુંબઇએ 5 વિકેટે 166 રન કરી લક્ષ્યાંક મેળવી લીધો હતો.

(7:28 pm IST)