Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સાવકી માતાની મજાક થતાં પુત્રે માતા-પિતાની હત્યા કરી

પંજાબમાં નાનકડી મજાકે મોટું રુપ ધારણ કર્યું : પુત્રને લાગ્યું કે સાવકી માતાનું સંતાન પિતાની સંપત્તીમાં ભાગ પડાવશે તેથી તેણે ગર્ભવતી માતાને પતાવી દીધી

નવાંશહર ,તા.૩૧ : પંજાબના નવાંશહરમાં આવેલા બુર્જ ગામમાં દીકરાએ ગર્ભવતી સાવકી માતા અને પિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. આરોપી હરદીપને સાવકી માતા ગર્ભવતી હોવાની ખબર પડી હતી. તેને લાગ્યું કે બાળક આવશે તો આગળ જઈને સંપત્તિમાં ભાગલા પડશે, સાથે ઉંમરમાં પિતા ફરી કોઈ બાળકના બાપ બનશે વાતથી પણ આરોપી નારાજ હતો. હરદીપે પિતા સાથે ઝઘડો કર્યા પછી માતાનો હાથ કાપી નાખ્યો, પછી બન્નેનું ગળું કાપીને હત્યા કરી દીધી. મળતી માહિતી પ્રમાણે, ૧૯૯૭માં લેબનાનમાં શ્રીલંકાની કામિની સાથે લગ્ન કર્યા પછી ત્રણ બાળકો થયા પછી જોગિંદર પાલ બાળકોને ભારત છોડીને ગયા. લેબનાન જઈને તેમણે કામિનીને ડિવોર્સ આપીને ૨૦૦૪માં પટિયાલાની પરમજિત સાથે લગ્ન કરી લીધા. બીજા લગ્નથી જોગિંદરને કોઈ બાળક થયું, જ્યારે પહેલા લગ્નથી થયેલા જોગિંદરનાં ત્રણ બાળકો જવાન થઈ ગયાં હતાં.

ત્રણેયમાંથી એક દીકરો ગ્રીસ જતો રહ્યો, દીકરીના લગ્ન થઈ ગયા અને ત્રીજો દીકરો(આરોપી હરદીપ)ગામમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, હરદીપને જ્યારથી તેની માતાના ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા ત્યારથી તે તેના પિતા સાથે ઝઘડવા લાગ્યો. તેને સંપત્તિમાં ભાગ પડવાની ચિંતા થઈ રહી હતી. આરોપી હરદીપનો મોટો ભાઈ લગભગ વર્ષ પહેલાં ગ્રીસ ગયો હતો, ત્યાંથી તે હરદીપને ખર્ચ માટેના પૈસા મોકલતો હતો. હરદીપે એક ગાડી લીધી હતી અને ટેક્સીનું કામ કરતો હતો.

(7:15 pm IST)
  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST