Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

બ્રિટન ભારતના માર્ગે :બાળકોને ભોજન પુરૂં પાડવા અક્ષયપાત્ર સેવા સંસ્થાન સાથે કરાર

બ્રિટનની ગોડ માય સાયલેન્ડ પાર્ટનર નામની સંસ્થા સાથે મળીને બ્રિટનના બાળકોને ભોજન પૂરૂ પાડશે

લંડન : ભારતમાં ગરીબ બાળકોને સ્કૂલોમાં ભોજન ઉપલબ્ધ કરાવતી સંસ્થા અક્ષય પાત્ર ફાઉન્ડેશન હવે બ્રિટનમાં પણ બાળકોને આ જ રીતે ભોજન મળે તે માટે બ્રિટનની એક સંસ્થા સાથે કામ કરશે.

બ્રિટનની ગોડ માય સાયલેન્ડ પાર્ટનર નામની સંસ્થા સાથે મળીને અક્ષય પાત્ર ફાઉન્ડેશન બ્રિટનના બાળકોને ભોજન પૂરૂ પાડશે.બ્રિટિશ પાર્લામેન્ટની એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં 30 લાખ બાળકો એવા છે જેમને સ્કૂલોમાં ખાસ કરીને રજાઓ હોય છે ત્યારે ભોજનની જરુર પડતી હોય છે.તેમના માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન ભોજબન નાવશે.આવુ એક કિચન બ્રિટનના વોટફર્ડમાં તૈયાર થઈ ગયુ છે અને તેમાંથી ભોજનની એક ખેપ રવાના પણ કરવામાં આવી છે.ચેરિટી માટે બનાવાયેલા કિચનમાંથી એક દિવસમાં 9000 ભોજન તૈયાર કરી શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના વિવિધ રાજ્યોની સરકારના સહયોગ સાથે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દેશમાં રોજ અઢાર લાખ બાળકો માટે ભોજન તૈયાર કરે છે.સંસ્થાનુ કહેવુ છે કે, આ અભિયાનથી બ્રિટનમાં વંચિત બાળકોના ભોજનની ગુણવત્તામાં સુધારો થશે.પહેલી વખત ભારતનુ મોડેલ અન્ય કોઈ દેશમાં લાગુ થવા જઈ રહ્યુ છે.

ગોડ માય સાયલન્ટ પાર્ટનર નામની સંસ્થાનુ કહેવુ છે કે, અક્ષય પાત્ર ફાઉન્ડેશને અત્યંત ઝડપથી અને બહુ મોટા પાયે સ્કૂલના બાળકોને ભારતમાં પોષણયુક્ત ભોજન પુરુ પાડ્યુ છે તે પ્રભાવિત કરનાર છે.બ્રિટનને પણ આ પ્રકારના મોડેલની જરુર છે.

(6:46 pm IST)