Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

 આ પ્રતિજ્ઞા અક્ષરસઃ આ મુજબ છે.હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ.

 હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી લઉ છું જેને સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું" 

     સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની દ્વિતીય વર્ષગાંઠે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં કેવડીયા ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇએ ઉત્સાહભેર આ પ્રતિજ્ઞા લીધી હતી.

(4:33 pm IST)