Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

હિમાલયની ગોદમાં રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થાન મસુરીની ગિરિકંદરાઓમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ : હિમાલયની ગોદમાં સ્થિત, રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થાન મસુરીની ગિરિકંદરાઓમાં આજે સાંજે ચાર વાગ્યે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થયો હતો.

કોરોનાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ રાજ્ય સરકારની તમામ માર્ગદર્શક સૂચનાઓ અને નીતિ નિયમોનાં પાલન સાથે, પ્રશાસનની પૂર્વ મંજૂરીથી શ્રોતાઓની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. જ્યારે અન્ય શ્રોતાઓ શ્રી રામકથાનું રસપાન આસ્થા ચેનલ ઉપર તથા યુટ્યુબ ઉપર લાઈવ નિહાળી શકશે.

      કથાના નિમિત્તમાત્ર યજમાન શ્રી મદનલાલ પાલીવાલ તરફથી કથાના આયોજનને આખરી ઓપ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુના કુલ કથાક્રમની ૮૦૦મી કથાના યજમાન પણ શ્રી મદનભાઈ હતા. યોગાનુયોગ, ૮૫૦મી કથાના યજમાન બનવાનો અવસર પણ તેમને જ મળ્યો છે.

        આજે ૩૧ તારીખે સાંજે ચાર વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી અને આવતીકાલે પહેલી તારીખે સવારના સાડા નવ વાગ્યાથી  ૧ :૩૦ વાગ્યા સુધી આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ શકશે

(4:20 pm IST)
  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ ૧૫,૦૦૦ યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી : નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભકતોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે access_time 2:28 pm IST

  • દેશની તમામ સૈનિક સ્કૂલોમાં ઓબીસી માટે 27 ટકા અનામત : કેન્દ્ર સરકારની લીલી ઝંડી : નવા સત્રથી અમલ access_time 10:58 am IST