Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ટ્રેઇની ઓફિસરોને વડાપ્રધાને આપ્યો ગુરૂમંત્ર

રૂલ અને રોલનું સંતુલન જરૂરીઃ મગજમાં 'બાબુ' આવવા ન દેતાઃ લોકો જ ડ્રાઇવીંગ ફોર્સ છે

નવી દિલ્હી, તા.૩૧: દેશના ભાવિ અધિકારીઓ સાથે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ એક ખાસ આગ્રહ કર્યો છે. સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ તેમણે કહ્યું કે આજે રાત્રે સૂતા પહેલાં તેઓ પોતાના કર્તવ્ય અંગે લખીને રાખી મૂકે. પીએમ મોદીએ કહ્યું કે 'આ કાગળનો ટુકડો જીવનભર' તેમની સાથે 'હૃદયના ધબકારા' બનીને રહેશે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરતાં કહ્યું કે 'સિવિલ સર્વન્ટ જે પણ નિર્ણય લે, તેઓ રાષ્ટ્રીય સંદર્ભમાં હોય, દેશની એકતા અખંડતાને મજબૂત કરવાના હોય.' તેઓ ગુજરાતના કેવડિયામાં સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વાત કરી રહ્યા હતા. દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર તેમની સલાહ પણ પીએમ એ બનનારા અધિકારીઓ સાથે શેર કરી. તેમણે કહ્યું કે દેશના નાગરિકોની સેવા હવે તમારું સર્વોચ્ચ કર્તવ્ય છે.

જયારે તમે કામ કરવાનું શરૂ કરશો તો તે એ સમય હશે જયારે ભારત પોતાની સ્વતંત્રતાના ૭૫માં વર્ષમાં હશે. તમે જ તે ઓફિસર છો જે એ સમયે પણ દેશ સેવામાં હશો, જયારે ભારત પોતાની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ મનાવશે. મારો આગ્રહ છે કે આજની રાત સૂતા પહેલાં પોતાનાને અડધો કલાક આપો. તમારા કર્તવ્ય, જવાબદારી, પ્રણ અંગે જે તમે વિચારી રહ્યા છો તેને લખીને રાખી લેજો. આ કાગળનો ટુકડો જીવનભર તમારા સંકલ્પોને સાકાર કરવા માટે તમારા હૃદયના ધબકારા બનીને તમારી સાથે રહેશે. – વડાપ્રધાન, નરેન્દ્રભાઇ મોદી

પટેલે બ્યુરોક્રેસને 'દેશની સ્ટીલ ફ્રેમ' કહ્યું હતું. પીએમ મોદીએ અધિકારીઓને તેનો મતલબ પણ સમજાવ્યો. તેમણે કહ્યું કે સ્ટીલ ફ્રેમનું કામ માત્ર આધાર આપવાનું, માત્ર ચાલતી આવતી વ્યવસ્થાઓને સંભાળવાનું જ નથી હોતું. સ્ટીલ ફ્રેમનું કામ દેશને એ અહેસાસ અપાવાનો પણ હોય છે કે મોટાથી મોટા સંકટ હોય કે પછી મોટાથી મોટા બદલાવ, તમે એક તાકાત બનીને દેશને આગળ વધારવામાં સહયોગ કરીશું. મોદીએ ભાવિ અધિકારીઓને કહ્યું કે તેઓ દરેક સમયે તેમની સાથે ઉભા છે. તેમણે કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે પળેપળે તમારી સાથે છું. જયારે પણ જરૂર પડે તમે મારો દરવાજો ખખડાવી શકો છો. જયાં સુધી હું છું હુંતમારો મિત્ર છું તમારો સાથી છું.

(3:04 pm IST)
  • દેશની તમામ સૈનિક સ્કૂલોમાં ઓબીસી માટે 27 ટકા અનામત : કેન્દ્ર સરકારની લીલી ઝંડી : નવા સત્રથી અમલ access_time 10:58 am IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST