Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

બિહાર ધારાસભા ચૂંટણી : ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કરાયેલ ફ્રી કોરોના વેક્સિનની ઘોષણાં આચાર સંહિતાનો ભંગ નથી : ચૂંટણી પંચની ક્લિનચીટ

પટના : બિહારમાં શરૂ થયેલી ધારાસભાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો હતો.જેમાં પોતે સત્તા ઉપર આવશે તો પ્રજાને ફ્રી કોરોના વેક્સીન આપવાની ઘોષણા કરી હતી.જે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતા રમણે કરી હતી.

આવી ઘોષણા વિરુદ્ધ આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલે એ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે કેન્દ્રના મિનિસ્ટર કોઈ એક રાજ્ય માટે મફત વેક્સીન આપવાની ઘોષણા કરી શકે નહીં.પાર્ટી દ્વારા કરાયેલી આ ઘોષણા મતદારોને લલચાવનારી છે.

આ બાબતે ચૂંટણી પંચે આ ઘોષણાને આચાર સંહિતાના ભંગ સમાન નથી તેમ જણાવ્યું હતું.જે માટે છેલ્લી લોકસભાની ચૂંટણીનો અહેવાલ ટાંકી જણાવ્યું હતું કે કોંગ્રેસે પણ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં 25 કરોડ લોકોને ન્યાય યોજનાનો લાભ આપવાનું વચન આપ્યું હતું જે અંતર્ગત દર મહિને 6 હજાર રૂપિયા આપવાની વાત હતી.

(12:54 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST