Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કંગનાનું ફરી એક વખત વિવાદાસ્પદ ટવીટ

ગાંધીજીને ખુશ રાખવા સૌથી લાયક વ્યકિતને ભારતના પ્રથમ વડાપ્રધાન ન બનાવાયા

કંગનાએ કહ્યું નહેરૂ નબળા મગજના હતા, ગાંધીજી બધાને પોતાના કાબુમાં રાખતા : સોશ્યલ મીડીયામાં ખુબ ટીકા થઇ

મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત રાજકીય બાબતોમાં કાંકરીચાળો કરીને લાઈમ લાઇટમાં રહી છે મહારાષ્ટ્ર સરકાર સામે બાથ ભીડતા કંગનાએ અનેક વાર નેતાઓ ઉપર શાબ્દિક વાર કર્યા છે, અને સોશિયલ મિડિયામાં તેની ખૂબ ચર્ચા ચાલતી હોય છે.

આજે ભારતના લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે, ત્યારે દેશભરના તમામ નેતા, અભિનેતા સોશિયલ મિડિયા ઉપર અપડેટ કરીને તેમની યાદ કરી રહ્યા છે ત્યારે કંગના તેની આદત મુજબ કઈક તો એવું કરતી જ રહે છે કે જેથી તે ચર્ચાનો વિષય બની રહે.

કંગનાએ એક ટ્વિટ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા અને જવાહરલાલ નહેરુ ઉપર હમલો કર્યો હતો. અને લખ્યું કે ગાંધીજીને ખુશ રાખવા માટે સૌથી લાયક વ્યકિતને ભારતના પ્રથમ વડાપ્રધાન ન બનવા દેવામાં આવ્યા. નહેરુ સારું અંગ્રેજી બોલી શકતા હતા તેથી તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા પરંતુ તેનાથી સરદારને કોઈ નુકશાન થયું નથી પરંતુ દેશ કેટલા દશકાઓથી તેની સજા ભોગવી રહ્યું છે.

આ ઉપરાંત કંગનાએ નહેરુને નબળા મગજના ગણાવ્યા અને ગાંધીજીને એવા કહ્યા કે તે બધાને પોતાના કાબુમાં રાખતા, આવા વિવાદાસ્પદ નિવેદન બાદ સોશિયલ મિડિયા ઉપર તેની ખૂબ ટીકા ચાલી રહી છે.

(12:46 pm IST)