Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

' બાળકનું હીત સર્વોપરી ' : સિંગાપોર રહેતી માતા અને બેંગલુરુમાં રહેતા પિતા વચ્ચે બાળકના કબ્જા મામલે વિવાદ : સુપ્રીમ કોર્ટે વિડીયો કોન્ફરન્સિંગથી 7 વર્ષના બાળકનો અભિપ્રાય લીધો : બાળકની ઈચ્છા માતા સાથે રહેવાની જણાતાં તેની ઈચ્છા તથા હિતને સર્વોપરી ગણતો ચુકાદો આપ્યો

ન્યુદિલ્હી : તાજેતરમાં પતિ પત્ની વચ્ચે સંતાનના કબ્જા મામલાનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.જે મુજબ સિંગાપોર રહેતી અને ત્યાં જ નોકરી કરતી બાળકની માતા અને બેંગ્લુરુ રહેતા પિતા વચ્ચે બાળકના કબ્જા મામલે નિર્ણય લેતા પહેલા નામદાર કોર્ટએ બાળકની ઈચ્છા જાણવાની કોશિશ કરી હતી.

આ માટે વિડીયો કોન્ફરન્સિંગથી  7 વર્ષના  બાળકનો અભિપ્રાય લીધો હતો.જેમાં બાળકની ઈચ્છા માતા સાથે રહેવાની જણાતાં તેની ઈચ્છા તથા હિતને સર્વોપરી ગણતો ચુકાદો આપ્યો હતો.સાથોસાથ બાળકને પિતા પ્રત્યે પણ લગાવ જોવા મળ્યો હતો.આથી પિતાને બાળક  સાથે વિડીયો  કોન્ફરન્સિંગથી વાત કરી શકવાનો અધિકાર આપ્યો હતો.તેમજ તેની રૂબરૂ મુલાકાત લઇ શકવાનો પણ અધિકાર આપ્યો હતો.જે માટે બાળકની માતા પાસેથી કબૂલાતનામું લઇ બાળકનો કબ્જો સોંપ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)