Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

૩ જી નવેમ્બરે મતદાન થશે

અમેરિકામાં કઇ રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી ?

કેવી હોય છે ચૂંટણી પ્રક્રિયા : કોણ આપી શકે છે મત ?

વોશિંગ્ટન,તા. ૩૧: અમેરિકાના રાજકારણમાં હાલ રાષ્ટ્ર્પ્રમુખની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન એક બીજાને નિશાન બનાવવામાં કોઈ કસર થોડી રહ્યા નથી. જણાવી દઈએ કે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પર આખા વિશ્વની નજર ટકેલી રહે છે. કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો વૈશ્વિક સ્તેર ખાસ પ્રભાવ રહે છે. જેમાં ખાસ કરીને આતરરાષ્ટ્રીય સંકટ જેમ કે કોઈ યુદ્ઘ, વૈશ્વિક રોગચાળો અને આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નવેમ્બરના પહેલા સોમવાર બાદ આવનારા મંગળવારે યોજાય છે. એટલે કે આ વર્ષે ૩ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે આવો જાણીએ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલી ખાસ વાતો....

કેવી રીતે થાય છેે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ?

ઇલેકટોરલ કોલેજ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરવામાં આવે છે, અને સામાન્ય લોકો ચૂંટણી માટે મતદાન કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પસંદગી કોણ કરે છે ?

અમેરિકામાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે જીતે તે નક્કી નથી. ઉમેદવારો ઇલેકટોરલ કોલેજના મતને જીતવાનો પ્રયાસ કરે છે. દરેક રાજયને તેની વસ્તીના આધારે ઈલેકટોરલ કોલેજ મળે છે. તેમની કુલ સંખ્યા ૫૩૮ હોય છે અને વિજેતા ઉમેદવારને ૨૭૦ કે તેથી વધુ મત પ્રાપ્ત કરવાના હોય છે. એટલે કે, જયારે લોકો મત આપે છે, ત્યારે તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખને નહીં, પરંતુ તેમના રાજયના પ્રતિનિધિની પસંદગી કરી રહ્યા હોય છે. આ વર્ષે Houseના ૪૩૫ બેઠકો અને Senateના ૩૩ બેઠકો પર ઉમેદવારો કિસ્મત અજમાવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કોણ મત આપી શકે છે?

૧૮ વર્ષથી ઉપરના યુ.એસ. નાગરિકો રાષ્ટ્રપ્રમુખ પદ માટે મત આપી શકે છે. ઘણા રાજયોએ એવો નિયમ બનાવ્યો છે કે મતદારોએ તેમની ઓળખ બતાવવી પડે છે.

કયા રાજયો ૨૦૨૦નારાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો ફેસલો કરશે?

દેશના ૫૦ રાજયોમાં પ્રેસિડેન્શિયલ ઈલેકશન માટે મતદાન થાય છે.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓ કેટલો સમય ચાલે છે?

આ વર્ષે ૩ નવેમ્બરના રોજ યુ.એસ. માં ચૂંટણીઓ યોજાનાર છે. આ સમયથી આશરે બે વર્ષ પહેલાં (૨૦૧૮માં) ઉમેદવારો ચૂંટણી લડવાની જાહેરાત કરવાનું શરૂ કરે છે. તેનું આગલું વર્ષ (૨૦૧૯માં) વિવિધ સ્તરે ચર્ચા શરૂ થાય છે. આ પછી ચૂંટણી વર્ષ એટલે કે આ વખતે ૨૦૨૦માં ઉમેદવારોના નામાંકન માટે સંમેલનો થાય છે. પછી સપ્ટેમ્બર-ઓકટોબરમાં રાષ્ટ્રપ્રમુખ ઉમેદવારો વચ્ચે ડિબેટ થાય છે અને પછી ચૂંટણી યોજાય છે. ડિસેમ્બરમાં મતદારો તેમના ઈલેકટોરલ મત આપશે અને ૬ જાન્યુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ Inuguration Day પર શપથ લેવાશે.

એક ઉમેદવાર કેટલીવાર રાષ્ટ્રપ્રમુખ બની શકે છે?

અમેરિકામાં એક ઉમેદવારે બે વાર રાષ્ટ્રપ્રમુખ બની શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? ચાર વર્ષ.

શું કોઈ રાષ્ટ્રપ્રમુખ ત્રણ કાર્યકાળ કરી શકે છે?

ના, કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ માટે બે કાર્યકાળ જ હોય છે. અત્યાર સુધી Franklin Roosevelt જ બીજા વિશ્વ યુદ્ઘ દરમિયાન ત્રણ વખત રહ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પાસે કયા પાવર્સ હોય છે?

રાષ્ટ્રપ્રમુખ પાસે દેશની સંસદ  દ્વારા બનાવેલા કાયદાઓને અમલમાં મૂકવાની  તાકાત હોય છે.

(11:28 am IST)