Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દેશમાં અવૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન: વધતી હિંસા અને અસહિષ્ણુતા: સોનિયા ગાંધીના પ્રહાર

જાતિ અથવા પંથનાં આધારે લોકોને વહેચવામાં આવશે તો દેશ કદી વિકસિત અને સમૃદ્ધ થઈ શકતો નથી

 

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ ગુરુવારે 31 મી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા એવોર્ડ સમારોહમાં લોકોને સંબોધન કર્યું હતું. દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જો લોકો જાતિ અથવા પંથનાં આધારે લોકોને વહેચવામાં આવશે તો તો દેશ કદી વિકસિત અને સમૃદ્ધ થઈ શકતો નથી.

    સોનિયા ગાંધીએ કહ્યું કે આજે આપણે વધતી હિંસા અને અસહિષ્ણુતાના મામલાઓ જોઈ રહ્યા છીએ, જ્યારે અવૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના મંતવ્યો હંમેશા દેશને જોડવાના રહ્યા હતા. કારણ છે કે ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહને તેમના રાષ્ટ્રીય એકીકરણને કારણે લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.

(12:21 am IST)